ઐશ્વર્યા રાય-બચ્ચનને આપી ટક્કર, 600 કરોડની પ્રોપર્ટીને ઠુકરાવી, અંડરવર્લ્ડથી લીધો આ એક્ટ્રેસે પંગો…

2000ના દાયકાની શરૂઆતમાં ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishawarya Rai-Bachchan), રાની મુખર્જી (Rani Mukherjee) અને કરિના કપૂર (Kareena Kapoor) બોલીવૂડની ટોપની એક્ટ્રેસ બનવાની રેસમાં આહળ હતા ત્યારે એક નામ હજી બીજું ચર્ચામાં હતું અને એ નામ હતું પ્રીટિ ઝિન્ટાનું. પ્રીટિ ઝિન્ટા ભલે એ સમયે સૌથી વધુ કમાણી કરનારી એક્ટ્રેસમાંથી એક નહોતી, પણ તેણે સૌથી સુપરહિટ ફિલ્મમાં કામ કરીને પોતાની ખાસ જગ્યા બનાવી હતી. પ્રીટિ ઝિન્ટા એક સફળ એક્ટ્રેસ હોવાની સાથે એક બહાદુરી અને સિદ્ધાંતોની પ્રતિક પણ હતી. મુંબઈ અંડરવર્લ્ડની વિરુદ્ધ બોલનારા ગણતરીના કલાકારોમાંથી એક પણ હતી.

2001માં જ્યારે નિર્માતા ભરત શાહને ફિલ્મ ચોરી ચોરી ચૂપકે ચૂપકેમાં અંડરવર્લ્ડ ફંડિંગના આક્ષેપ હેઠળ અરેસ્ટ કરવામાં આવ્યા હતા અને એ સમયે પ્રીટિ ઝિન્ટાએ કોર્ટમાં સાક્ષી આપી હતી કે તેને છોટા શકીલ ગેંગ દ્વારા ધમકી આપતા ફોન આવ્યા હતા અને 50 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી, જેને તેણે ઠુકરાવી દીધી હતી. પ્રીટિ ઝિન્ટાને પોતાની આ બહાદુરી માટે તેને ગોડફ્રે ફિલિપ્સ રાષ્ટ્રીય વીરતા પુરસ્કારથી નવાજવામાં આવી હતી. આ જ સમયે ફિલ્મકાર શાનદાર અમરોહીએ પ્રીટિને પોતાની દીકરી માની અને પોતાની 600 કરોડ રૂપિયાની પ્રોપર્ટીની આપવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી, પણ પ્રીટિએ આ પ્રસ્તાવને પણ વિનમ્રતાથી ઠુકરાવી દીધો હતો.

અમરોહીએ જણાવ્યું હતું કે આ વાતથી તેને દુઃખ થયું હતું અને તેમણે પોતાની વસિયતમાં પ્રીટિનું નામ નહીં લખવાનું નક્કી કર્યું હતું. મજાની વાત તો એ હતી કે તેમના નિધન બાદ પ્રીટિએ તેમના જ સંતાનો પર 2 કરોડ રૂપિયાના લોન માટે કેસ કર્યો હતો અને આ લોન તેણે અમરોહીના ઈલાજ માટે આપી હતી. વાત કરીએ પ્રીટિ ઝિન્ટાના ફિલ્મી કરિયરની તો 1997માં મણિરત્નમની ફિલ્મ દિલ સેથી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું અને ત્યાર બાદ તેણે ક્યા કહેના, સોલ્જર, દિલ ચાહતા હૈ, કોઈ મિલ ગયા, કલ હો ના હો, વીર ઝારા, કભી અલવિદા ના કહેના જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. 2007 બાદ તેમનું ફિલ્મ કરિયર ધીરું પડ્યું હતું અને કેટલીક અંગ્રેજી ફિલ્મોમાં કામ કર્યું હતું.
2013-14માં પ્રીટિએ ઈશ્ક ઈન પેરિસ અને હેપ્પી એન્ડિંગ જેવી ફિલ્મોથી કમબેક કરવાની કોશિશ કરી હતી, પણ ખાસ કંઈ કરી શકી નહીં. હાલમાં પ્રીટિ ઝિન્ટા આઈપીએલને કારણે લાઈમલાઈટમાં આવી છે, તેણે પંજાબ કિંગ્સ ઈલેવનની ટીમની માલિક છે. આ સિવાય પ્રીટિ સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે.
આપણ વાંચો: પ્રીટિ ઝિન્ટાએ હજારો પ્રેક્ષકોની માફી માગ્યા પછી કહ્યું, `થૅન્ક યૂ, થૅન્ક યૂ, થૅન્ક યૂ’…