‘કૌન બનેગા કરોડપતિ’ના સ્પર્ધકે કરી અમિતાભ બચ્ચનની ભવિષ્યવાણી, કુંડળી અંગે કરી ચોંકાવનારી વાત

મુંબઈ: ‘કોન બનેગા કરોડપતિ‘ શોને હોસ્ટ કરવામાં અમિતાભ બચ્ચને પોતાનો એક રેકોર્ડ બનાવ્યો છે. શો દરમિયાન અમિતાભ બચ્ચન સ્પર્ધકો સાથે રમુજભરી વાતો કરીને તેમની બેક સ્ટોરી પણ જાણવાનો પ્રયાસ કરે છે.
હાલ, ‘કોન બનેગા કરોડપતિ’ શોની 17મી સીઝન ચાલી રહી છે. આ સીઝનમાં આદિત્ય જોશી નામનો સ્પર્ધક આવ્યો છે. જેણે અમિતાભ બચ્ચનને લઈને ભવિષ્ણવાણી કરી છે.
આપણ વાંચો: ‘કૌન બનેગા કરોડપતિ’ની નવી સીઝનનો પ્રારંભ: જોઈ લેજો અમિતાભ બચ્ચનનો નવો અંદાજ!
મારું ભવિષ્ય શું છે?: અમિતાભ બચ્ચન
‘કોન બનેગા કરોડપતિ 17’ના આગામી એપિસોડની પ્રમોશન ક્લિપનો વીડિયો એક્સ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર આદિત્ય જોશી નામની વ્યક્તિ છે.
પ્રમોશન ક્લિપમાં અમિતાભ બચ્ચન જણાવે છે કે, “સજ્જન, આટલો અભ્યાસ કર્યા બાદ તમે અહીં શું કરી રહ્યા છો? તમારી પાસે બે ડીગ્રી છે, સાથે જ્યોતિષમાં એક સર્ટિફિકેટ પણ છે? તો તમે જણાવી શકો છો કે, દેશમાં શું થઈ રહ્યું છે? તમે મને મારા વિશે કશું જણાવી શકો છો? મારું ભવિષ્ય શું છે?”
આપણ વાંચો: આ કોના માટે Amitabh Bachchanએ શેર કરી પોસ્ટ? વાઈરલ થઈ ગઈ…
કોન બનેગા કરોડપતિની હોટ સીટ પર બેસેલા આદિત્ય જોશીએ અમિતાભ બચ્ચનને વિનમ્રતાપૂર્વક જણાવ્યું હતું કે, “મેં વૈદિક જ્યોતિષનો અભ્યાસ કર્યો છે. તમારું ભવિષ્ય ઘણું સારું હશે.
” આદિત્યને અમિતાભ બચ્ચને સવાલ કર્યો કે, “તમને કેવી રીતે ખબર કે મારી સાથે બધુ સારું જ થશે?” આ સવાલના જવાબમાં આદિત્યએ જણાવ્યું કે, “જ્યોતિષના અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓને કેટલીક કુંડળીઓ અધ્યયન કરવા માટે આપવામાં આવે છે.
આપણ વાંચો: ક્લેપ એન્ડ કટ-હેં….શહેનશાહની જગ્યાએ ભાઈજાન બનાવશે કરોડપતિ?
” ત્યારે અમિતાભ બચ્ચને પૂછ્યું કે, “તમને મારી કુંડળી ક્યાંથી મળી?” આદિત્ય જોશીએ કહ્યું કે, “ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે.” આ જવાબ સાંભળીને અમિતાભ બચ્ચન સ્તબ્ધ થઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, પ્રમોશન ક્લિપમાં આદિત્ય જોશી અમિતાભ બચ્ચનના ટક્સીડો લૂકની નકલ કરતો પણ જોવા મળ્યો છે. આદિત્ય જોશી અને અમિતાભ બચ્ચનના કપડા એક સરખા છે. જેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
આ અંગે અમિતાભ બચ્ચને આદિત્ય જોશીને કહ્યું કે, “જેન્ટલ મેન તમે સાચું કહી રહ્યા છો. પરંતુ મને જણાવશો કે, આ સૂટ કેવી રીતે બને છે? કારણ કે હું પોતાના સૂટ સિવડાવતો નથી. આ બધું સરકારી છે. બનાવવાવાળો બનાવીને આપે છે, હું પહેરૂં છું.”