Sonakshi Sinha-Zahir Iqbalના લગ્ન પાંચ વર્ષ પણ ટકશે તો… કોણે કર્યો ચોંકાવનારો દાવો?

બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા અને ઝહિર ઈકબાલના લગ્ન (Bollywood Actress Sonakshi Sinha And Zahir Iqbal Wedding)ને હજી બે દિવસ પણ નથી થયા ત્યાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાઈરલ થઈ રહી છે જેમાં એવો દાવો કરાયો છે કે જો બંનેના લગ્ન જો લાંબા ટકી ગયા તો મારું નામ બદલી નાખજો (Youtuber On Sonakshi-Zahir’s Wedding). લગ્નના બે દિવસ બાદ જ વાઈરલ થઈ રહેલી આ પોસ્ટથી સોનાક્ષી અને ઝહિરના ફેન્સ ચોંકી ઉઠ્યા છે. ચાલો જોઈએ કોણ છે એ વ્યક્તિ અને તેણે શું કહ્યું છે પોતાના દાવામાં-
આ પણ વાંચો: હેં, આ એક્ટ્રેસનો Reception Look Copy કર્યો Sonakshi Sinhaએ? પૈસા ગયા પાણીમાં…
સોનાક્ષી અને ઝહિરના લગ્ન છેલ્લાં કેટલાય સમયથી લાઈમલાઈટમાં રહ્યા હતા અને આખરે 23મી જૂનના બંનેએ રજિસ્ટર મેરેજ કરીને સાંજે ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટી થ્રો કરી હતી. જોકે, આ લગ્નને લઈને સિન્હા પરિવારમાં ખાસ કંઈ ઉત્સાહ કે ઉમંગ ન જોવા મળ્યો હોવાના દાવા કરતાં અહેવાલો પણ સામે આવ્યા હતા. હવે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાઈરલ થઈ રહી છે જેમાં ફેમસ યુટ્યુબર મેક્સટર્ને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એવું લખ્યું છે કે સોનાક્ષી સિન્હાના લગ્ન જો પાંચ વર્ષથી વધુ ચાલે તો મારું નામ બદલી નાખજો.
આ પણ વાંચો: હેં…શત્રુધ્ન સિન્હાએ દીકરીને સંપત્તિમાં કોઈ હક નથી આપ્યો?
મેક્સટર્નની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહી છે અને નેટિઝન્સ આ પોસ્ટ જોઈને ગુસ્સે ભરાઈને આવી પોસ્ટને અયોગ્ય ગણાવી રહ્યા છે તો કેટલાક લોકો તેને સપોર્ટ પણ કરી રહ્યા છે. કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે ઠીક છે કોઈ નવું નામ વિચારી લો અને અમને પણ જણાવી દો. તો બીજા એક યુઝરે લખ્યું હતું કે કેટલાક લોકોએ પોતાના કામથી કામ રાખવું જોઈએ, બીજાની બાબતોમાં દખલગિરી ના કરવી જોઈએ.
Sonakshi Sinha ki shaadi 5 saal se jyada chale toh mera naam badal dena!
— Maxtern (@RealMaxtern) June 22, 2024
સાસરે પહોંચતા જ સોનાક્ષીને મળ્યું સરપ્રાઈઝ
દરમિયાન સાસરે પહોંચતા જ સોનાક્ષી સિન્હાને સુંદર સરપ્રાઈઝ મળ્યું છે. જી હા, પતિ ઝહિર ઈકબાલે સોનાક્ષી સિન્હા બીએમડબ્લ્યુ i7 ઈલેક્ટ્રિક કાર (Zahir Iqbal Gifted Sonakhsi Sinha BMW i7 Electric Car) ગિફ્ટ કરી છે. મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ તો આ કારની કિંમત કરોડોમાં છે. આ કારની માર્કેટ પ્રાઈઝ પોણા બે કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. સોશિયલ મીડિયા પર આનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં સોનાક્ષી કારમાંથી ઉતરતી જોવા મળી રહી છે.