Netflix-Prime Videoને ટક્કર આપવા ભારત સરકાર સજ્જ, લોન્ચ કરી ‘Waves’
પણજીઃ કોરોના કાલ બાદ લોકોએ થિયેટરો કરતા OTT પ્લેટફોર્મને વધુ પસંદ કર્યા છે. હાલમાં Netflix, Prime Video જેવા ઘણા OTT પ્લેટફોર્મ ધૂમ મચાવી રહ્યા છે. આ જોઇને ઘણા ભારતીય OTT પ્લેટફોર્મ પણ મેદાનમાં આવી ગયા છે. હવે ભારત સરકાર પણ આમાં ઝુકાવી રહ્યું છે. ભારત સરકારના જાહેર પ્રસારણ કર્તા પ્રસાર ભારતીએ પણ OTT પ્લેટફોર્મની દુનિયામાં પ્રવેશ કર્યો છે.
આ OTT પ્લેટફોર્મનું નામ ‘Waves’ છે. પણજી ખાતે 55માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) ના ઉદ્ઘાટન સમારોહમાં ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંત દ્વારા આ OTT પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું હતું. તેમણે આને મનોરંજન જગતની મહત્વની ક્ષણ તરીકે વર્ણવ્યું હતું.
‘Waves’હિન્દી, અંગ્રેજી, મરાઠી, તમિલ અને આસામી સહિત 12 થી વધુ ભાષાઓમાં કન્ટેન્ટ ઓફર કરે છે. આ OTT પ્લેટફોર્મ પર 65 લાઇવ ટીવી ચેનલો અને ફ્રી-ટુ-પ્લે ગેમ્સ પણ છે. એટલું જ નહીં, એના પર રેડિયો ઓનલાઈન સ્ટ્રીમિંગની સુવિધા પણ ઉપલબ્ધ થવા જઈ રહી છે. આ પ્લેટફોર્મમાં તમને મનોરંજન, શિક્ષણ, ગેમિંગ, ઈન્ફોટેનમેન્ટ અને ઓનલાઈન શોપિંગ જેવી શ્રેણીઓમાં વિવિધ પ્રકારની સામગ્રી મળશે.
‘Waves’ પર લગભગ 40 લાઈવ ચેનલો ઉપલબ્ધ છે, જેમાં B4U મૂવીઝ, B4U મ્યુઝિક, ABZY મૂવીઝ, ABZY કૂલ, SAB ગ્રુપ ચેનલો
9X જલવા, 9XM, 9X ટશન જેવી મનોરંજનની ચેનલો ઉપરાંત ઇન્ડિયા ટુડે, ન્યુઝ નેશન, રિપબ્લિક ટીવી, એબીપી ન્યૂઝ, ન્યુઝ 24, એનડીટીવી ઈન્ડિયા અને ઈન્ડિયા ટીવીનો સમાવેશ થાયછે. આ ઉપરાંત તમને દૂરદર્શનની પણ બધી જ ચેનલ જોવા મળશે.
‘Waves’નો ઉપયોગ કેવી રીતે કરશો
એન્ડ્રોઇડ અને iOS પર ‘Waves’ એપ ફ્રીમાં ડાઉનલોડ કરો. એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી, તમારી મનપસંદ ચેનલો, મૂવીઝ અથવા લાઇવ ઇવેન્ટ્સને સ્ટ્રીમ કરો. દૂરદર્શન, આકાશવાણી અને માંગ પરની સામગ્રી સહિત 40+ ચેનલોનો આનંદ માણો. આ બધુ ફ્રી છે.
આ સરકારી OTT એપમાં ત્રણ પ્રકારના પ્લાન જોવા મળશે.આમાં પ્લેટિનમ પ્લાન, ડાયમંડ પ્લાન અને ગોલ્ડ પ્લાનનો સમાવેશ થાય છે, જેમાં તમે અમુક સબસ્ક્રીપ્શન ભરી અલ્ટ્રા એચડી ક્વોલિટીમાં કન્ટેન્ટ જોઈ શકો છો, એકસાથે 4 ઉપકરણો પર લોગિન કરી શકો છો.
Ok uOTTની દુનિયા પર હાલમાં Netflix, Prime Video, Jio Cinema, SonyLIV અને Hotstar જેવા OTT પ્લેટફોર્મ્સનું શાસન છે, પરંતુ પ્રસાર ભારતીના OTT પ્લેટફોર્મના આગમન સાથે, તેઓ પણ સ્પર્ધાનો સામનો કરવા જઈ રહ્યા છે. જોકે, સ્પર્ધામાં ટકી રહેવા માટે ‘Waves’એ પણ લોકોને પસંદ આપે તેવા કન્ટેન્ટ આપવા પડશે.