મનોરંજન

પ્રભાસ આ ફિલ્મમાં હશે સની દેઓલનો કેમિયો! ફિલ્મનું બજેટ છે 700 કરોડ રૂપિયા

સની દેઓલ અત્યારે ફરી બોલિવુડમાં ધૂમ મચાવી રહ્યો છે. ગદર-2 અને જાત ફિલ્મ દ્વારા તેણે જોરદાર વાપસી કરી છે. આમાં હવે સાઉથ સુપરસ્ટાર પ્રભાસ પણ તેની આગામી ફિલ્મને લઈને ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સુપર સ્ટાર પ્રભાસ અત્યારે અનેક ફિલ્મોમાં કામ કરી રહ્યો છે, પરંતુ ખાસ તે ‘રાજા સાબ’ અને ‘‘ફૌજી’’ ફિલ્મને લઈને ચર્ચામાં છે. પ્રભાસ અત્યારે ‘ફૌજી’ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે.

પ્રભાસ આગામી ફિલ્મ ‘‘ફૌજી’’ને લઈ ચર્ચાનું કેન્દ્ર બન્યો

ખાસ કરીને વાત કરવામાં આવે તો, સુપર સ્ટાર પ્રભાસે કંઈક કારણોસર આ ફિલ્મનું શૂટિંગ રોકી દીધું હતું. જો કે, ફિલ્મનું શૂટિંગ હવે ક્યારે શરૂ થશે તેની જાણકારી આપી દેવામાં આવી છે. આગામી જૂન મહિનાથી ‘ફૌજી’ ફિલ્મનું શૂટિંગ ફરી શરૂ થવાનું છે. જોકે, પ્રભાસે તો આ મહિનાથી જ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દેશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ‘ફૌજી’ ફિલ્મને લઈને અત્યારે લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આગામી જૂન મહિનાથી ‘ફૌજી’ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે

આ દરમિયાન એક નવા સમાચાર આવ્યાં છે. કે, ‘ફૌજી’ ફિલ્મમાં સની દેઓલ કેમિયો કરી શકે છે. આ ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદમાં આવેલા રામોજી ફિલ્મ સિટીમાં થશે. ‘ફૌજી’ ફિલ્મનું બજેટ પણ ખૂબ જ વધારે હોવાનું જાણવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ‘ફૌજી’ ફિલ્મનું બજેટ 700 કરોડ રૂપિયાથી પણ વધારે હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હજી આ ફિલ્મમાં એક મહિના સુધી શૂટિંગ ચાલી શકે છે. કારણ કે, ફિલ્મના અનેક મહત્વના સીન શૂટ કરવાના બાકી છે.

પ્રભાસની ‘‘ફૌજી’’ ફિલ્મનું બજેટ 700 કરોડ રૂપિયાથી વધારેઃ સૂત્રો

આ ફિલ્મમાં જાટ અભિનેતા સની દેઓલ કેમિયો કરી રહ્યા હોવાના પણ સમાચાર છે. આ ફિલ્મ ખૂબ જ ઊંચા બજેટમાં બની રહી છે, પરંતુ તેને હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી. તેલુગુ 360 માં પ્રકાશિત અહેવાલ મુજબ, ‘‘ફૌજી’’ 700 કરોડ રૂપિયાથી વધુના બજેટમાં બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદમાં આવેલા રામોજી ફિલ્મ સિટીમાં થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું શૂટિંગ એક મહિનાથી વધુ સમય સુધી ચાલી શકે છે, કારણ કે આ સમય દરમિયાન ફિલ્મના ઘણા મહત્વપૂર્ણ દ્રશ્યોનું શૂટિંગ થશે.

આપણ વાંચો:  ઉર્વશી રાઉતેલા કાન ફિલ્મ્સ ફેસ્ટિવલમાં ફાટેલા કપડા સાથે ગઈ?! જૂઓ વીડિયો

પ્રભાસ સાથે દિગ્ગજ અભિનેતા ‘ફૌજી’ ફિલ્માં જોવા મળશે

ફિલ્મની વાત કરવામાં આવે તો, આ ફિલ્મનું દિગ્દર્શન હનુ રાઘવપુડી દ્વારા કરવામાં આવી રહ્યું છે. કાસ્ટની વાત કરીએ તો પ્રભાસ, અનુપમ ખેર અને મિથુન ચક્રવતી જેવા દિગ્જગ અભિનેતા તેમાં કામ કરી રહ્યાં છે. જ્યારે મીડિયો રિપોર્ટ્સ પ્રમાણે સની દેઓલનો કેમિઓ પણ જોવા મળી શકે છે. પરંતુ મેકર્સ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જો કે, આ ફિલ્મને લઈને મેકર્સ સાથે સાથે દર્શકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button