સાઉથ સબ પે ભારે: દેશમાં ટોચની લોકપ્રિય અભિનેત્રીની યાદી જાહેર, દીપિકા ક્યાંય ખોવાઈ ગઈ…
મનોરંજન

સાઉથ સબ પે ભારે: દેશમાં ટોચની લોકપ્રિય અભિનેત્રીની યાદી જાહેર, દીપિકા ક્યાંય ખોવાઈ ગઈ…

મુંબઈઃ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં અભિનેત્રીઓ પોતાની પ્રતિભા અને આકર્ષક લૂકને કારણે દર્શકોના દિલ જીતી રહી છે. એક મીડિયા રિપોર્ટે સપ્ટેમ્બર મહિના માટે ભારતની સૌથી લોકપ્રિય મહિલા ફિલ્મ સ્ટાર્સની યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં બોલીવુડ કરતા વધુ સાઉથ ઈન્ડિયાની અભિનેત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રિપોર્ટ પ્રમાણે યાદીમાં પ્રથમ સ્થાને સામંથા રૂથ પ્રભુ છે, આ એક્ટ્રેસ સાઉથ ઈન્ડિયાની ભારતીય ફિલ્મોમાં મોટું નામ ધરાવે છે. તે આગામી ‘રક્ત બ્રહ્માંડ’ ફિલ્મમાં જોવા મળશે.

બીજા નંબરે આલિયા ભટ્ટે પોતાના જોરદાર એક્ટિંગથી બોલીવુડમાં ધાક જમાવી છે, આલિયાના આગામી પ્રોજેક્ટની વાત કરીએ તો તે ‘અલ્ફા’ અને ‘લવ એન્ડ વોર’ જેવી ફિલ્મોમાં જોવા મળશે.

આ યાદીમાં અભિનેત્રી કાજલ અગ્રવાલ ત્રીજા સ્થાને છે. આ એક્ટ્રેસે સાઉથમાં પોતાને સિક્કો જમાવી હવે બોલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. ઉલ્લેખનીય છે કે તેને બોલીવુડથી પણ ચાહકોનો ખુબ પ્રેમ મળી રહ્યો છે. તે આગામી સમયમાં નિતેશ તિવારીની રામાયણ જોવા મળશે.

જ્યારે ચોથા નંબર પર એ હિરોઈનનું નામ આવે છે જેને સાઉથથી લઈ બોલીવુડ સુધી પોતાની એક્ટિંગ સ્કિલથી લોકોને ઘાયલ કર્યા છે. તમિલ ફિલ્મોથી પોતાના કેરિયરની શરૂઆત કરનારી આ સુંદરી હસીના હવે સમગ્ર ભારતમાં સ્ટાર બની ગઈ છે.

પાંચમાં સ્થાન પર બોલીવુડની એ હિરોઈનનું નામ આવે છે, જે અવાર નવાર સોશિયલ મીડિયાની ચર્ચાનું કેન્દ્ર બનતી હોય. દીપિકા પાદુકોણ જેને વેશ્વિક સ્તરે પોતાનું નામ રોશન કર્યું છે.

nayanthara

આ લિસ્ટ પ્રમાણે છઠ્ઠા નંબર અભિનેત્રી નયનતારાનું નામ આવે છે, જે સાઉથ ઈન્ડિયા ફિલ્મ ઉદ્યોગની પ્રખ્યાત અભિનેત્રી છે, પોતાની જોરદાર એક્ટિંગ સ્કિલ અને એટ્રેક્ટિવ પર્સનાલિટી માટે જાણીતી છે. તેણે તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું છે. તે આગામી સમયમાં ‘ટોક્સિક: અ ફેરી ટેલ ફોર ગ્રોન અપ્સ’માં જોવા મળશે. તેની વર્સેટાઈલ ભૂમિકાઓએ ચાહકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે.

સાતમા સ્થાને રશ્મિકા મંદાના છે, જે ટૂંક સમયમાં આયુષ્માન ખુરાના સાથે ‘થામા’માં જોવા મળશે. આ ફિલ્મમાં 21 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. ઉલ્લેખનીય છે કે, સાઉથની આ એક્ટ્રેસે પોતાની અદભૂત અભિનય કળા અને ક્યુટ સ્માઈલથી જાણીતી છે. તેણે ‘પુષ્પા’ જેવી ફિલ્મો દ્વારા પેન-ઇન્ડિયા ખ્યાતિ મેળવી છે.

આઠમા નંબરે સાઈ પલ્લવીએ પોતાની સાદગી અને સુંદરતાથી દર્શકોનું દિલ જીત્યું છે, અને તે સાઉથ ફિલ્મ ઉદ્યોગનું મોટું નામ બની ગઈ છે. નવમા સ્થાને તમન્ના ભાટિયા છે, જે દક્ષિણથી બોલીવુડ સુધી પોતાના ગ્લેમરસ અંદાજથી ચર્ચામાં રહે છે. યાદીના છેલ્લા સ્થાને શ્રીલીલા આવે છે, અને તે આગામી સમયમાં કાર્તિક આર્યન સાથે ફિલ્મમાં જોવા મળશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button