Poonam Pandeyના બોડીગાર્ડે આપ્યું મોટું નિવેદન…
મુંબઈ: મોડલ પૂનમ પાંડેના મૃત્યુથી સોશિયલ મીડિયા અને ફિલ્મ જગતમાં ખળભળાટ મચી ગયો છે. સર્વાઇકલ કેન્સરને કારણે પૂનમ પાંડેનું મૃત્ય થયું હોવાની પોસ્ટ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવી હતી. ‘લોક અપ’ ફેમ પૂનમ પાંડેના મોત બાદ તેના બોડીગાર્ડે ચોંકાવનારું નિવેદન આપ્યું છે.
પૂનમ પાંડે ગયા 11 વર્ષોથી ગ્લેમરસ લૂકને લઈને ચર્ચામાં રહી હતી. પૂનમના અચાનક મોતના સમાચારથી દરેકને આઘાત લાગ્યો છે. સૂત્રોએ આપેલી માહિતી મુજબ પૂનમ પાંડેના મૃત્યુથી સૌથી વધુ આઘાત એક્ટ્રેસના બોડીગાર્ડને લાગ્યો છે.
પૂનમના બોડીગાર્ડે કહ્યું હતું કે મને આ વાત પર બિલકુલ વિશ્વાસ થતો નથી.
હું તેની (પૂનમ પાંડે) બહેનના સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે, પણ તે મને કોઈ પણ જવાબ નથી આપી રહી. મને મેડમની મોતના સમાચાર મીડિયા પાસેથી મળ્યા હતા. 31 જાન્યુઆરીએ હું અને પૂનમ પાંડે સાથે જ હતા, તેમણે ફિનિક્સ મોલમાં એક ફોટોશૂટ પણ કરાવ્યું હતું.
પૂનમ હંમેશાં ફિટ એન્ડ ફાઇન જોવા મળતી હતી, જોકે પૂનમે તેના હેલ્થ વિશે કોઈ બાબત મારી સાથે શેર નથી કરી. પૂનમને જોઈને એમ લાગ્યું નહોતું કે તે બીમાર છે. પૂનમ તેની હેલ્થનું ખાસ ધ્યાન રાખતી હતી. તેને દારૂ પીવાનું પણ ઓછું કરી દીધું હતું. તમને જણાવવાનું કે અમિન ખાન વર્ષ 2011થી પૂનમ પાંડેનો બોડીગાર્ડ છે. તે પૂનમ સાથે શૂટિંગ માટે ગોવા પણ ગયો હતો.