હવે સોશિયલ મીડિયા ક્વીને ‘જંગલ’માં લગાવી આગ, જુઓ વાયરલ તસવીરો…

બોલીવુડની અભિનેત્રી હોય કે મોડલ પણ પબ્લિસિટી માટે શોર્ટ કટ અપનાવવામાં હવે કોઈને નાનમ રહી નથી. તેમાંય વળી બોલ્ડ શૂટ હોય કે પછી બિકિની જ કેમ નહીં. આ બધું તો હવે બોલ્ડ અભિનેત્રીઓ તેમના માટે સ્ટેટસ સિમ્બોલ બની ગયું છે. સોશિયલ મીડિયા ક્વીન તરીકે જાણીતી અભિનેત્રી પૂનમ પાંડે તેના કામ કરતાં તેના બેબાક અંદાજ અને ગ્લેમરસ લુક માટે વધુ ચર્ચામાં રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે. જે ખૂબ વાયરલ થઈ રહી છે.

પૂનમ પાંડે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. જ્યાં તે ઘણી વાર ચાહકો સાથે પોતાની હોટ તસવીરો શેર કરે છે. તાજેતરના ફોટોશૂટમાં પૂનમ પાંડે ફરી એક વાર પોતાના ખૂબસૂરત અવતારથી સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. આ તસવીરોમાં પૂનમ જંગલમાં એનિમલ પ્રિન્ટની બિકિની પહેરીને પોઝ આપ્યા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી લોકોએ તેના પર જોરદાર પ્રતિક્રિયા આપી છે.
પૂનમ પાંડેએ ડાર્ક મેકઅપ અને કાળા હાઇ હીલ્સ સાથે પોતાનો લૂક પૂર્ણ કર્યો હતો. દરેક તસવીરમાં અભિનેત્રીનો એક અલગ જ અંદાજ જોવા મળે છે. આ તસવીરો શેર કરતી વખતે પૂનમ પાંડેએ કેપ્શનમાં લખ્યું હતું કે “મને ટાર્ઝનની જંગલી કલ્પના કહો”

ચાહકોને અભિનેત્રીનો આ લૂક એટલો બધો પસંદ આવી રહ્યો છે કે થોડા જ કલાકોમાં આ તસવીરોને હજારો લાઈક્સ અને કમેન્ટ્સ મળી હતી. જેમાં ચાહકો તેના લૂકના વખાણ કરતા જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે પૂનમ પાંડે ફિલ્મોથી દૂર છે, પરંતુ ઘણી વાર રિયાલિટી શોમાં મહેમાન તરીકે આવતી જોવા મળે છે. આ ઉપરાંત, તેને સોશિયલ મીડિયા ક્વીન પણ કહેવામાં આવે છે.
આપણ વાંચો : Poonam Pandeyએ કહ્યું મારું કામ આવડતમાં, નહીં કે કપડામાં, કેમ?