મનોરંજન

સર્વાઇકલ કેન્સર સ્ટંટ: પૂનમ પાંડેની માતાએ કર્યો મોટો ખુલાસો

મુંબઈઃ ફેબ્રુઆરી 2024માં જ્યારે મોડેલ-અભિનેત્રી પૂનમ પાંડેનું સર્વાઇકલ કેન્સરથી મૃત્યુ થયું હોવાના સમાચાર આવ્યા ત્યારે સૌ સ્તબ્ધ થઈ ગયા હતા. પરંતુ જ્યારે ખબર પડી કે આ પૂનમ પાંડેનો સ્ટંટ હતો, ત્યારે લોકો ગુસ્સે થઈ ગયા હતા. પોતાના જ મૃત્યુનું નાટક કરવા બદલ સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટી સુધી બધાએ પૂનમ પાંડેની ટીકા કરી હતી. હવે પૂનમ પાંડેની માતા વિદ્યા પાંડેએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. પૂનમની માતાએ કહ્યું કે તેમની પુત્રીના નકલી ડેથ સ્ટંટ વિશે ફક્ત તેને જ જાણ હતી.

એક ઇન્ટરવ્યુમાં પૂનમ પાંડેની માતાને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે અભિનેત્રીની માતાએ કહ્યું, ‘તેઓએ તેના મૃત્યુના સમાચાર ફેલાવ્યા નથી. મીડિયાના લોકો ગામમાં આવ્યા હતા. ગામના કેટલાક લોકો મારા ઘરે પણ આવ્યા. કેટલાક સારું બોલ્યા તો કેટલાકે ખરાબ વાતો કહી. મને ડર હતો કે તેની સાથે કંઈક થઈ શકે છે. તેથી હું આખો દિવસ શાંતિથી બેસી રહી. મને થયું કે તે તો જુઠ્ઠું બોલી રહી છે અને કોઈ ખરેખર તેને મારી નાખશે તો.

આ પણ વાંચો: ‘મોત’ની અફવા ફેલાવ્યા બાદ હવે પૂનમ પાંડે પહેલી વાર આ અંદાજમાં જોવા મળી

પૂનમ પાંડેના મૃત્યુના સમાચાર ફેબ્રુઆરી 2024માં આવ્યા હતા તે જાણીતું છે. તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, ‘આજની સવાર અમારા માટે ખૂબ જ મુશ્કેલ છે. અમને તમને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે અમે અમારી પ્રિય પૂનમને સર્વાઇકલ કેન્સરથી ગુમાવી દીધી છે. આ દુઃખની ઘડીમાં અમે એકાંત માટે વિનંતી કરીએ છીએ.’

આ પણ વાંચો: પૂનમ પાંડેને મોદી સરકારની ભેટ! સર્વાઇકલ કેન્સરના કેમ્પેઇનનો બનશે ચહેરો

જ્યારે ચાહકોએ તેના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કર્યું, ત્યારે અભિનેત્રીએ એક વિડિયો જાહેર કરીને કહ્યું કે તે જીવિત છે. તેનું સર્વાઇકલ કેન્સરથી મૃત્યુ નથી થયું, પરંતુ તેણે ફક્ત આ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માટે તેના મૃત્યુનું નાટક કર્યું હતું.

આ અંગે ઘણો હોબાળો થયો હતો. વિવેક અગ્નિહોત્રી સહિત ઘણા સેલેબ્સે પૂનમ પાંડેની ટીકા કરી હતી, ત્યારે અશોક પંડિતે પૂનમ પાંડે વિરુદ્ધ કેસ દાખલ કરવાની માંગ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button