મનોરંજન

Poonam Pandey: ભારત જીત્યો World Cup અને Poonamના ઘરમાં મચ્યું ધમાસાણ

નવી દિલ્હીઃ બોલીવૂડમાં ખાસ કઈ નામ ન કમાઈ શકેલી પરંતુ પોતાના વિવાદીત નિવેદનોથી સમાચારમાં રહેનારી પૂનમ પાંડે Poonam Pandeyનું કેન્સરને કારણે માત્ર 32 વર્ષની ઉંમરે મોત થયું છે. તેની બીમારી વિશે કોઈને ખાસ જાણ ન હોવાથી તેના મોતની અચાનક ખબર સૌને ચોંકાવી ગઈ છે. પોતાના નિવેદનો, કોસ્ચ્યુમ અને અફેર્સને લીધે વિવાદોમાં રહેતી પૂનમ સૌથી વધારે લાઈમલાઈટમાં આવી હતી ક્રિકેટને લીધે.

ક્રિકેટ સાથે તો તેનો કોઈ લેવાદેવા ન હતા, પરંતુ 2011ના World Cupમાં ભારત પ્રવેશ્યું ત્યારે તેણે જાહેર કર્યું હતું કે જો ભારત જીતશે તો તે સ્ટ્રીપલેસ થઈ એટલે કે નગ્ન થઈ દોડશે. વિદેશમાં આ રીતે આનંદ કે ઉજવણીની અભિવ્યક્તિ થતી હોય છે, પરંતુ ભારતીયો માટે આ ઝટકા સમાન હતું. તેની જાહેરાતે ભારે વિવાદ જગાવ્યો હતો. જોકે પૂનમથી બોલતા બોલાઈ ગયું હતું, પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીની ટીમે જ્યારે શ્રીલંકાને પરાસ્ત કરી હાથમાં વર્લ્ડ કપ લીધો ત્યારે પૂનમના ઘરમાં ભારે ધમાસાણ થયું હતું.

આ વાતનો ઉલ્લેખ આપેલા એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો. તેનાં માતા-પિતા બન્ને ખૂબ નારાજ પણ હતા અને પરેશાન થઈ ગયા હતા. પૂનમને પણ થયું કે તેણે આવેશમાં આવી જાહેરાત તો કરી, પરંતુ હવે આમ કરી શકશે નહીં. તેનાં ઘરમાં જોરદાર ડ્રામા થયો હતો. જોકે તે બાદ તેણે પોતાની જાહેરાત પ્રમાણે કંઈ કર્યું ન હતું અને પોતે દેશનું ધ્યાન ખેંચાય કે દેશ હચમચી જાય તેવું કંઈ કરવા માગતી હતી એટલે આવી જાહેરાત કરી નાખી હોવાનું તેણે કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button