ગુમનામીભર્યું મૃત્યુ પસંદ કર્યું હતું આ એક્ટ્રેસની માતાએ, આજ સુધી નથી મળી બોડી…

બોલીવૂડ એક્ટ્રેસ પૂજા બેદી હાલમાં પોતાના એક ઈન્ટરવ્યુને કારણે ચર્ચામાં છે આ ઈન્ટરવ્યુમાં એક્ટ્રેસે પોતાની માતા પ્રોતિમા બેદીને યાદ કરીને અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. અહીંયા તમારી જાણ માટે કે 1969માં કબીર બેદીએ પ્રોતિમા બેદી સાથે લગ્ન કર્યા હતા. પ્રોતિમા બેદી એક જાણીતા ઓડિસી ડાન્સર અને નૃત્યાંગમ ઈન્સ્ટિટ્યૂટના ફાઉન્ડર હતા. પૂજાએ પોતાની માતાની યાદ કરતાં જણાવ્યું હતું કે તેમને પોતાના મૃત્યુનો અહેસાસ પહેલાંથી જ થઈ ગયો હતો અને તેમણે તેની તૈયારી પણ કરી લીધી હતી. ચાલો જોઈએ શું કહ્યું પૂજા બેદીએ ઈન્ટરવ્યુમાં…
પૂજા બેદીએ હાલમાં પોતાના ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મારી માતા પ્રોતિમા બેદી હંમેશા કહેતાં કે તેમને નેચરની વચ્ચે રહીને પોતાના જીવનનો અંત લાવવા માંગે છે. તેઓ ક્યારેય નહોતા ઈચ્છતા કોઈ સ્મશાન કે ગંગામાં અસ્થિ વિસર્જન જેવી વિધિઓ થા અને આવું જ થયું. પૂજા બેદીના માતા પ્રોતિમા બેદીનું 1998માં માનસરોવર તીર્થયાત્રા સમયે નિધન થયું હતું. રિપોર્ટ અનુસાર પિથૌરાગઢ પાસે માલપા ખાતે લેન્ડ સ્લાઈડિંગ થતાં તેમનું નિધન થયું હતું અને એ સમયે તેમની સાથે બીજા સાત લોકોનું નિધન થયું હતું.
આ પણ વાંચો: જે પુરુષ માટે હું પાગલ હતીએ હવે અજાણ્યો લાગતો હતો
પૂજા બેદીએ આ ઈન્ટરવ્યુ સમયે એવું પણ જણાવ્યું હતું કે તેની માતા પ્રોતિમા બેદીને તેમના મૃત્યુનો અંદાજો પહેલાંથી જ આવી ગયો હતો. તેમણે પોતાની વસિયત લખીને પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ્સ, ઘરેણાં વગેરે તેને સોંપી દીધા હતા. આ સાથે તેમમે 12 પાનાનો એક પત્ર પણ પૂજાને આપ્યો હતો, જેમાં તેમણે તેમના બાળપણ, રિલેશનશિપ, લગ્ન અને બાળકો વિશે વાત કરી હતી.
માતાના પત્રનો ઉલ્લેખ કરતાં પૂજાએ જણાવ્યું હતું કે માતાએ પત્રમાં લખ્યું હતું કે હું કૂલ્લુમાં છું અને એનો અર્થ થાય છે દેવતાઓની ઘાટી. તમામ દેવી દેવતાઓનો આભાર. હું ખૂબ જ ખુશ છું. ત્યાર બાદ એ ક્યારેય પાછી નહીં ફરી. પૂજાએ એવું પણ જણાવ્યું હતું કે મારી માતાએ હંમેશા એની જિંદગી પોતાની શરતો પર જીવી હતી અને મૃત્યુ પણ તેમણે પોતાની શરતો અનુસાર પસંદ કર્યું.