48 વર્ષની સુંદરીએ મોનોકિની પહેરીને ધોધ નીચે સ્નાન કર્યુંઃ વાયરલ તસવીરોએ ચાહકોને પાગલ કર્યાં...

48 વર્ષની સુંદરીએ મોનોકિની પહેરીને ધોધ નીચે સ્નાન કર્યુંઃ વાયરલ તસવીરોએ ચાહકોને પાગલ કર્યાં…

નેવુંના દાયકામાં ઘણી હિટ બોલીવુડ ફિલ્મોમાં કામ કરનારી અભિનેત્રી પૂજા બત્રા આજે પણ ગ્લેમર જગતનો ભાગ છે. આ અભિનેત્રીએ 48 વર્ષની ઉંમરે પણ અદ્ભુત ફિટનેસ જાળવી રાખે છે. તાજેતરમાં જ તે મોનોકિની પહેરીને પોતાની જાતને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

હવે તેના ફોટા વાયરલ થઈ રહ્યા છે. અભિનેત્રી પૂજા બત્રા આ દિવસોમાં વેકેશન પર છે, જ્યાં તે પ્રકૃતિનો આનંદ માણતી જોવા મળે છે.

અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની ઘણી તસવીરો શેર કરી છે. તસવીરોમાં અભિનેત્રી ખૂબ જ સુંદર અને ગ્લેમરસ અવતાર જોવા મળી હતી.

પૂજા કાળા રંગની મોનોકિની પહેરીને ધોધ નીચે સ્નાન કરતી જોવા મળી હતી. તેના કર્વી ફિગર અને કિલર લુક્સે ચાહકોને દિવાના બનાવી દીધા છે.

48 વર્ષની ઉંમરે પણ પૂજા મોનોકિની પહેરીને પોતાના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરી રહી છે. આ જોઈને યુઝર્સ પણ અભિનેત્રીના વખાણ કરી રહ્યા છે. આ ફોટા શેર કરતી વખતે, અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું હતું કે ધોધમાં ભીજાવવાની મોજ અલગ છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, પૂજા બત્રા છેલ્લે વર્ષ 2021માં રિલીઝ થયેલી ફિલ્મ સ્ક્વોડમાં જોવા મળી હતી. 90ના દાયકામાં અભિનેત્રીએ ‘વિરાસત’, ‘હસીના માન જાયેગી’, ‘ભાઈ’ અને ‘નાયક’ સહિત ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું હતું.

આ પણ વાંચો…ટીવીની દુનિયા આવી છે? શ્વેતા તિવારીના ઈન્ટરવ્યુએ છેડ્યો વિવાદ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button