PM Narendra Modiની બાયોપિકમાં આ એક્ટર નિભાવશે તેમનો રોલ, જાણી લો પૂરી ડિટેઈલ્સ… | મુંબઈ સમાચાર
મનોરંજન

PM Narendra Modiની બાયોપિકમાં આ એક્ટર નિભાવશે તેમનો રોલ, જાણી લો પૂરી ડિટેઈલ્સ…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસે નિર્માતાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મા વંદે નામની એક નવી બાયોપિકની એનાઉન્સમેન્ટ કરી હતી. ઉલ્લેખનીય છે કે મલયાલમ એક્ટર ઉન્ની મુકુંદન કે જેમણે માર્કો, મેપ્પાડિયન અને બોમ્બે માર્ચ 12 જેવી ફિલ્મોમાં તેમના રોલ માટે જાણીતા છે અને તેઓ જ આ ફિલ્મમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો રોલ કરશે. જોકે, આ ફિલ્મ ક્યારે રીલિઝ થશે એની હજી કોઈ જાહેરાત નથી કરવામાં આવી.

વાત કરીએ એક્ટર ઉન્ની મુકુંદનની તો તેમનો જન્મ 22મી સપ્ટેમ્બર, 1987ના કેરળના ત્રિશુરમાં થયો હતો. ઈંગ્લિશ લિટરેચર અને જર્નાલિઝમમાં ગ્રેજ્યુએશન પ્રાપ્ત કરીને 2011માં તેમણે તમિળ ફિલ્મ સિદાનથી એક્ટિંગના કરિયરની શરૂઆત કર્યો હતો. ત્યાર બાદ તેમણે બેંકોક સમર, થત્સમયમ ઓરુ પેનકુટ્ટી, મલ્લુ સિંહ, ધ હિટલિસ્ટ સહિત બીજી ફિલ્મોમાં કામ કર્યું છે. ઉન્ની મુકુંદનને બોમ્બે માર્ચ 12થી મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં પગ મૂક્યું હતું અને ત્યાં તેમણે સુપરસ્ટાર મમૂટી સાથે કામ કર્યું હતું.

આ પણ વાંચો: બોમ્બે હાઈકોર્ટના ન્યાયધીશો યોગી આદિત્યનાથની બાયોપિક જોશે! જાણો શું છે વિવાદ

ફિલ્મ મા વંદેની વાત કરીએ તો નિર્માતાઓએ ઈન્સ્ટાગ્રામ પર પહેલું પોસ્ટર રીલિઝ કર્યું છે, જેની કેપ્શનમાં તેમણે લખ્યું છે કે એક એવા વ્યક્તિની સ્ટોરી જે યુદ્ધોથી આગળ વધીને યુગો યુગો માટે એક ક્રાંતિ બની જાય છે મા વંદે. માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી જન્મદિવસને હાર્દિક શુભેચ્છા.

37 વર્ષીય એક્ટર છેલ્લે નિખિલા વિમલની સાથે ગેટ સેટ બેબીમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. વિનય ગોવિંદ દ્વારા નિર્દેશિત આ ફિલ્મની આઈએમડીબી રેટિંગ 6.4 જેટલી છે. આઈએમડીબી અનુસાર મુકુંદનની પાસે હાથમાં હાલમાં અનેક પ્રોજેક્ટ છે અંડર પાઈપલાઈન છે, જેમાં ફિલ્મ પપ્પા, નડ્ડા, મા વંદે જેવી અન્ય ફિલ્મનો સમાવેશ થાય છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button