નવા વર્ષને આવકારવા ટેલિવિઝનની જાણીતી અભિનેત્રીઓની શું છે યોજના, જાણો
મુંબઈઃ બોલીવુડની સાથે હોલીવુડના કલાકારોની સાથે આખી દુનિયા નવા વર્ષને વધાવવા માટે વિવિધ પ્રકારની તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે ટેલિવિઝિનની જાણીતી અભિનેત્રીઓએ પણ કંઈક હટકે યોજના બનાવી છે. આજે વાત કરીએ ‘બિગ બોસ’ ફેમ સોનિયા બંસલ, ‘છોટી સરદાર’ની ફેમ પૂજા શર્મા, સ્માઈલી દક્ષિણા સુરી અને ઈશા અગ્રવાલની.
૨૦૨૪ ને વિદાય થવાની ઘડીઓ ગણાઈ રહી છે. દરેક વ્યક્તિ ૨૦૨૪ને અલવિદા કહેવા અને નવા વર્ષ ૨૦૨૫ને હકારાત્મકતા અને અપેક્ષાઓ સાથે આવકારવા લગભગ તૈયાર છે. કેટલાક બી’ટાઉન અને ટેલિવિઝન કલાકારોએ તેમની નવા વર્ષની ઉજવણીની યોજનાઓ શેર કરી છે. શું તમે પણ આવો કોઈ પ્લાન બનાવ્યો છે?
પરિવાર સાથે ઉજવણી કરવા આતુરઃ સોનિયા બંસલ
‘બિગ બોસ ૧૭’ ફેમ સોનિયા બંસલ પોતાના કામની સાથે પરિવારને પણ પ્રાથમિકતા આપે છે. તેના નવા વર્ષની યોજનાઓ વિશે વાત કરતાં સોનિયાએ કહ્યું હતું કે હું મારા પરિવાર સાથે નવા વર્ષની ઉજવણી કરવા આતુર છું.
આપણ વાંચો: ટીવીની આ અભિનેત્રીઓ મા દુર્ગાની ભૂમિકા ભજવીને હિટ બની
અમે સામાન્ય રીતે ઘરે જ શાંતિથી સાંજ વિતાવીએ છીએ, જેમાં સરસ રાત્રિભોજન, રમતોનો સમાવેશ થાય છે. મને કોઈ મોટી ઉજવણી કરતાં સાથે સમય પસાર કરવાનું વધુ પસંદ છે. અમે પાછલા વર્ષ વિશે ચર્ચા કરીશું અને નવા વર્ષને સકારાત્મતા સાથે આવકારવા સજ્જ થશું.
છોટી સરદારની ફેમ પૂજા શર્માએ શું કહ્યું?
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ અને ‘છોટી સરદારની’ અભિનેત્રી પૂજા શર્મા ૧૭ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થનારી ‘મિશન ગ્રે હાઉસ’ દ્વારા બોલીવુડમાં પ્રવેશ કરી રહી છે.
નવા વર્ષની યોજનાઓ વિશે વાત કરતા તેણે કહ્યું, “મને ખબર નથી કે આ શક્ય થશે કે નહીં, પરંતુ મેં છેલ્લા ચાર વર્ષથી મારા માતાપિતા સાથે નવું વર્ષ ઉજવ્યું નથી, તેથી હું તેમને સરપ્રાઈઝ આપવા માંગુ છું અને નવું વર્ષ તેમની સાથે વિતાવવા માંગુ છું.
આપણ વાંચો: લગ્નેત્તર સંબંધોને કારણે આ અભિનેત્રીઓનું કરિયર બરબાદ થઈ ગયું
થોડા સમય પહેલા પણ મેં તેમને આશ્ચર્યચકિત કર્યા હતા, હું મારી માતાને ફોન કરીને કહેતી કે હું તમારા હાથે બનાવેલ ભોજન ખાવા માંગુ છું. અને ત્રીજા કે ચોથા દિવસે મેં તેને ફોન કરીને એ જ કહ્યું અને એક કલાકમાં હું ઓરિસ્સામાં જ્યાં મારા માતા-પિતા રહે છે ત્યાં પહોંચી ગઈ. મા મને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ, હું તેને ફરીથી સરપ્રાઈઝ કરવા ઈચ્છું છું.”
સ્માઈલી દક્ષિણા સુરીનો છે કંઈક હટકે પ્લાન
‘કલયુગ’ ફેમ સ્માઈલી દક્ષિણા સુરીએ ૨૦૨૪માં તેની ઓટીટી ફિલ્મ ‘હાઉસ ઓફ લાઈઝ’થી પુનરાગમન કર્યું છે અને ૨૦૨૫માં પોતાના અભિનયથી લોકોના દિલ, દિમાગ અને સિલ્વર સ્ક્રીન પર સ્થાન બનાવવા માટે ઉત્સુક છે.
“હું નવા વર્ષના દિવસે ઘરે જ રહું છું સિવાય કે છેલ્લી ઘડીએ કોઈ યોજના બને. નવા વર્ષની ઉજવણી ખૂબ જ સરળ રીતે કરું છું, જેમાં સવારે વહેલા ઉઠવું, કસરત કરવી, આરોગ્યપ્રદ ખોરાક ખાવો, પ્રાર્થના કરવી, સૂઈ જવું.
આપણ વાંચો: આ જાણીતી અભિનેત્રીને થયું બ્રેસ્ટ કેન્સર
આજકાલ હું માનસિક, ભાવનાત્મક અને શારીરિક રીતે ફિટ રહેવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છું. એકવાર હું ફિટ થઇ જાઉં તો હું કેટલાક પ્રોજેક્ટ્સ કરીશ અને લોકો મને ૨૦૨૫માં સ્ક્રીન પર વધુ વખત જોશે,” સ્માઈલી દક્ષિણા સૂરીએ તેના નવા વર્ષની યોજનાઓ જાહેરાત કરતા જણાવ્યું હતું.
ઈશા અગ્રવાલે શું કહ્યું?
ઈશા અગ્રવાલે હિન્દી ફિલ્મ ‘કહીં હૈ મેરા પ્યાર’, મરાઠી ફિલ્મ ‘ઝોલ ઝાલ’, તમિલ ફિલ્મ ‘થિતિવાસલ’ અને તેલુગુ વેબ-સિરીઝ ‘નીવ’માં કામ કર્યું છે. તેણે ૨૦૨૪ માં ‘ડોક્ટરેટ’ ડિગ્રી પણ મેળવી છે.
ઈશાએ કહ્યું હતું કે “નવા વર્ષ માટે હું રાજસ્થાનમાં માઉન્ટ આબુ જવાની યોજના બનાવી રહી છું. ઠંડા વાતાવરણમાં પ્રવાસ આકર્ષણ અને આનંદમાં વધારો કરશે, જેને હું આધ્યાત્મિક અને જ્ઞાનથી સમૃદ્ધ જોઉં છું. ઊંડાણપૂર્વક આત્મનિરીક્ષણ કરી વર્ષ શરૂ કરવાની આ એક યોગ્ય રીત છે.”