Pics: કેટરિનાએ Instagram પોસ્ટમાં એવું તે શું લખ્યું કે લોકો પ્રેગનન્સી અંગે અટકળો લગાવી રહ્યા છે
મુંબઈ: ગઈકાલે બોલીવૂડ એક્ટર વિકી કૌશલ(Viki Kaushal)નો જન્મ દિવસ હતો, વિકી કૌશલની વાઈફ કેટરિના કૈફે(Katrina Kaif) ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં વિક્કીના ફોટો શેર કરી જન્મદિવસ શુભેચ્છા પાઠવી હતી. કેટરીનાએ વિક્કીના 36મા જન્મદિવસ પર તેના કેટલાક ખુશનુમા ફોટો શેર કર્યા હતા. પોસ્ટ પરના કેપ્શનમાં કેટરીનાએ ત્રણ હાર્ટ અને ત્રણ કેક ઇમોજીસ રાખ્યા છે.
પ્રથમ ચિત્રમાં વિકી જ્યારે બારી પાસે બેઠો છે ત્યારે તે સ્મિત કરતો જોવા મળે છે. બીજી તસવીરમાં હાથમાં કપ પકડી બારી બહાર જોતો દેખાય છે. ત્રીજા ફોટોમાં વિકી એક રેસ્ટોરન્ટમાં ટેબલ પાછળ બેઠેલો જોવા મળે છે, ટેબલ પર રાખેલી ડીશમાં કેકનો ટુકડો જોવા મળે છે.
લોકો કેટરીનાની પોસ્ટ પર કમેન્ટ કરી વિક્કીને શુભેક્ષાઓ પાઠવી રહ્યા છે. આ સાથે ચાહકોએ કેટરીનાની પ્રેગનન્સી અંગે સવાલો પૂછી રહ્યા છે. કોઈએ કમેન્ટમાં લખ્યું કે “શા માટે કેપ્શનમાં 3 હાર્ટસ અને 3 કેક છે?? એવું લાગે છે કે તે પરિવારના ત્રીજા સભ્ય તરફ ઈશારો કરી રહી છે.” અન્ય યુઝરે પૂછ્યું, ” 3-3-3 કનેક્શન શું છે.”
કેટરિના કૈફ છેલ્લે વિજય સેતુપતિ સાથે મેરી ક્રિસમસમાં જોવા મળી હતી અને તેણે કોઈ નવા પ્રોજેક્ટ સાઇન નથી કર્યા. એક અખબાર સાથેના ઈન્ટરવ્યું કેટરિનાએ કહ્યું હતું કે, “હું ફિલ્મોનું શૂટિંગ પૂરું કરીશ પછી જ બાળક અંગે કંઇક વિચાર કરીશ.” વિકી કૌશલ અને કેટરિના કૈફે વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ ડિસેમ્બર, 2021માં ફોર્ટ બરવારાના સિક્સ સેન્સ રિસોર્ટમાં લગ્ન કર્યા.