
મુંબઈઃ પ્રતીક ગાંધી અને પત્રલેખાની ફિલ્મ ફુલે મુદ્દે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે. ફલે ફિલ્મ સમાજ સુધારક જ્યોતિબા ફુલે અને સાવિત્રી બાઈ ફુલેના જીવન પર આધારિત છે. પરંતુ ફિલ્મ મુદ્દે વિવાદ ચાલકો હોવાથી હજી તે રિલિઝ થઈ નથી. આ ફિલ્મ પર જાતિવાદનો આરોપ લગાવવામાં આવ્યો છે. હવે આ મુદ્દે ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ અંગે સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન પર સવાલ કર્યો અને તેના વિશે એક પોસ્ટ લખી હતી અને વાક્ પ્રહાર કર્યા હતાં. હવે અનુરાગે નવી પોસ્ટ કરી અને માફી માંગી પરંતુ ફરી એક નવો વિવાદ શરૂ કર્યો છે.
મારા જીવનનું પહેલું નાટક જ્યોતિબા અને સાવિત્રીબાઈ ફૂલે પર હતુંઃ અનુરાગ કશ્યપ
અનુરાગ કશ્યપે બ્રાહ્મણ સમુદાય વિરુદ્ધ નફરત વ્યક્ત કરતું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતી. પરંતુ હવે ડિરેક્ટરે માફી માંગી છે અને પોતાનો ખુલાસો આપ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા અનુરાગે લખ્યું છે કે તમે મને જે કહેવા માંગો છો તે કહી શકો છો, પરંતુ કૃપા કરીને પરિવારને છોડી દો. એક પોસ્ટમાં અનુરાગે લખ્યું હતું કે, મારા જીવનનું પહેલું નાટક જ્યોતિબા અને સાવિત્રીબાઈ ફૂલે પર હતું. ભાઈ, જો આ દેશમાં જાતિવાદ ન હોત તો તેમને લડવાની શું જરૂર હતી? હવે આ બ્રાહ્મણો શરમ અનુભવી રહ્યા છે અથવા તેઓ શરમથી મરી રહ્યા છે અથવા તેઓ એક અલગ બ્રાહ્મણ ભારતમાં જીવી રહ્યા છે જે આપણે જોઈ શકતા નથી, કોઈ કૃપા કરીને સમજાવો કે મૂર્ખ કોણ છે?
મને ગાળો આપવી હોય તો આપો પણ પરિવારને છોડી દોઃ અનુરાગ
અનુરાગે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે, હું માંફી માંગુ છું, પર આ મારી પોતાની પોસ્ટ માટે નથી. પરંતુ એક લાઈન માટે માંગી રહ્યો છું જેને ખોટી રીતે લખવામાં આવી અને નફરત ફેલાવવામાં આવી. કોઈ પણ એક્શન કે સ્પીચ, દીકરી, પરિવાર, દોસ્તો અને સંબંધીઓથી વધારે મહત્વની નથી. તેમને રેપ કરવાની ધમકીઓ મળી રહી છે. જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. જે લોકો પોતાને સંસ્કારી કહે છે, તે લોકો આવું કરી રહ્યાં છે. મે કહેલી વાત પાછી તો નહીં લઈ શકાય અને હું લઈ પણ નહીં! મને ગાળો આપવી હોય તો આપો. મારા પરિવારે ના તો કંઈ કહ્યું છે કે ના કોઈ વાત કહે છે. બ્રાહ્મણ લોક મહિલાઓને તો છોડી દો, આટલા સંસ્કાર તો શાસ્ત્રોમાં પણ છે, ખાલી મનુવાદનમાં નથી. તમે ક્યાં બ્રાહ્મણ છો તે જાતે નક્કી કરી લો, બાકી હું તો માફી માંગુ છું.
આ પણ વાંચો: ‘મિલકે નક્કી કરલો જાતિ વ્યવસ્થા હૈ યા નહીં’ અનુરાગ કશ્યપે સેન્સર બોર્ડ અને સરકાર પર પ્રહારો કર્યા
શું ફુલે ફિલ્મ રિલિઝ થશે?
ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે ફિલ્મ સેન્સર બોર્ડ પર પણ સવાલ કર્યો કે, ત્યા માત્ર ચાર લોકો હોય છે. સેન્સર બોર્ડે આ પહેલા પંજાબ 95, તીસ, ધડક 2 અને હવે ફુલેને રિલિઝ થતા રોકી છે. મને ખબર નથી કે હજુ કેટલી ફિલ્મો બ્લોક કરવામાં આવી છે. આ શરમજનક વાત છે કે લોકો ફિલ્મમાં તેમને શું સમસ્યા છે તે ખુલ્લેઆમ કહી રહ્યા નથી? નોંધનીય છે કે, ફુલે ફિલ્મ અત્યારે વિવાદમાં ઘેરાયેલી છે. તે રિલિઝ થશે કે કેમ તે મુદ્દે હજી કોઈ ચોક્કસ જાણકારી સામે નથી આવી પરંતુ અનેક લોકો આ ફિલ્મના સમર્થનમાં આવ્યાં છે.