Manoj Bajpayeeનો એ ફોટો હતો Morphed… એકટરે જણાવ્યું સાચું કારણ…
જો તમને યાદ હોય તો બી-ટાઉનના મોસ્ટ ટેલેન્ટેડ એક્ટરે નવા વર્ષની શરુઆતમાં જ એક ફોટો શેર કર્યો હતો જેમાં તેણે તેનો શર્ટલેસ સિક્સપેકવાળો કિલર ફોટો પોસ્ટ કરીને ફેન્સ અને બાકીના સેલેબ્સને પણ એકદમ ચોંકાવી દીધા હતા. પરંતુ હવે એક્ટરે ખુદ જ આ અંગે ચોંકાવનારો ખુલાસો કરતાં જણાવ્યું છે કે મેં મારો પોસ્ટ કરેલો ફોટો મોર્ફ્ડ હતો અને આ એક ઓટીટી પ્લેટફોર્મની પ્રમોશન સ્ટ્રેટેજી હતી. આવો જોઈએ બીજું શું કહ્યું છે મનોજ બાજપેયીએ ઈન્ટરવ્યુમાં…
મનોજ બાજપેયીએ હાલમાં જ એક ઈન્ટરવ્યુ આપ્યો હતો અને એમાં તેમણે પોતાના શર્ટલેસ ફોટો અંગે ચોંકાવનારો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે એ ફોટો મોર્ફ્ડ હતો અને ઓટીટી પ્લેટફોર્મની એ પ્રમોશનની સ્ટ્રેટેજી હતી જેમાં તે ઘણા અંશે સફળ પણ થયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ મનોજ બાજપેયીની ડબલ રોલવાળી સિરીઝ કિલર સૂપ રીલિઝ થઈ હતી અને તેના પ્રમોશનના ભાગરૂપે જ આ ફોટો મોર્ફ્ડ કરવામાં આવ્યો હતો. મનોજ બાજપેયીએ ખુદ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આ ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે નવા વર્ષે નવો હું… સૂપની મારા બોડી પર આવી અસર થઈ છે છે ને એકદમ કિલર?
જોકે મનોજ બાજપેયીના આ ફોટો પોસ્ટ કર્યા બાદ સોશિયલ મીડિયા પર નેટિઝન્સ બે ભાગમાં વહેંચાઈ ગયા હતા. એક ગ્રુપ હતું કે જે મનોજ બાજપેયીની હેલ્ધી લાઈફસ્ટાઈલ અને સિક્સ પેક માટે તેના વખાણ કરી રહ્યું હતું અને તેણે કઈ રીતે આટલી સરસ બોડી બનાવી છે એ જાણવા માટે ઉત્સુકતા દેખાડી હતી. જ્યારે બીજા જુથના લોકો આ ફોટો પર સવાલ ઉઠાવી રહ્યા હતા અને એવી આશંકા વ્યક્ત કરી રહ્યા હતા કે ક્યાંક આ ફોટો Artificial Intelligence (AI) તો નથી ક્રિયેટ કરવામાં આવ્યો છે.
હવે એક્ટરે ખુદ જ આ ફોટો અંગે ખુલાસો કરીને ફેન્સ લોકોને ગડમથલમાંથી બહાર કાઢ્યા છે અને તેણે આવું કેમ કર્યું એનું કારણ પણ જણાવી દીધું હતું. કિલર સૂપમાં મનોજ બાજપેયી સાથે એક્ટ્રેસ કોંકણા સેન શર્માએ પણ કામ કર્યું છે અને દર્શકો આ સીરિઝના ખૂબ જ વખાણ પણ કરી રહ્યા છે.