ઝુબિન ગર્ગના મોત પર આસામ આખું શોકમાંઃ લોકો રસ્તા પર રડતા નજરે ચડ્યા

આસામનો ખૂબ જ ફેમસ સિંગર ઝુબિન ગર્ગ સ્કૂબા ડાઈવિંગ કરતા સમયે અકસ્માતે મૃત્યુ પામતા સમગ્ર સંગીતજગત શોકમગ્ન થયું છે. આ સાથે સમગ્ર આસામ પોતાના જાણીતા કલાકારને ખોઈ બેસતા હીબકે ચડ્યું છે. ઝુબિનની શોકયાત્રામાં હજારો લોકો જોડાયા હતા અને ધુ્સકે ધ્રુસકે રડતા નજરે પડ્યા હતા. ઝુબિનનો આખરી વીડિયો પણ વાયરલ થયો છે.
52 વર્ષીય ઝુબિન આસામનો સિંગર હતો અને બોલીવૂડ સહિત ભોજપુરી ફિલ્મોમાં પણ તેણે ઓળખ બનાવી હતી. ફિલ્મ ગેંગસ્ટરના યા અલી ગીતથી તે ખૂબ જ ફેમસ થયો હતો. આજે અને આવતીકાલે તે સિંગાપોરમાં શૉમાં પરફોર્મ કરવાનો હતો, પરંતુ સમુદ્રમાં સ્કૂબા ડાઈવિગં દરમિયાન તેનું મોત થતા તમામ સ્તબ્ધ થઈ ગયા હતા.
આસામમાં લોકો રસ્તા પર ઉતર્યા હતા અને અમુક રડતા પણ વીડિયોમાં દેખાઈ રહ્યા છે. અખિલ આસામ છાત્ર સંઘે સિંગરની યાદમાં મોટી રેલી કાઢી હતી. જેમાં ઝુબિન દા અમર રહોના નારા લાગ્યા હતા અને ઘણા લોકો જોડાયા હતા. બિશ્વનાથમાં દુકાનો સ્વયંભૂ બંધ રહી હતી અને લોકો ગોલઘાટ પર તેમને શ્રદ્ધાંજલી આપવા ઉમટ્યા હતા. ઘણાના હાથમાં પોસ્ટર હતા તો ઘણાની આંખો ભીની થઈ ગઈ હતી.
ઝુબિનને બચાવવાની સિંગાપોર જનરલ હૉસ્પિટલમાં ઘણી કોશિશો થઈ હતી, પરંતુ સફળ રહી ન હતી. આસામના મુખ્ય પ્રધાનથી માંડી ઘણા મિનિસ્ટરે સિંગના મોત પર શોક વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો…યા અલી રહેમઅલી… ગીતના ગાયક જુબીન ગર્ગનું સ્કૂબા ડ્રાઈવિંગ કરતા મોત