પહેચાન કૌનઃ કરીના કપૂર જેની માટે ઘર છોડી ભાગી હતી તેનો ચહેરો યાદ છે
હાલમાં નવાબી ઠાઠમાઠમાં જીવતી કરીના કપૂર એક સમયે પોતાના પ્રેમી માટે ઘર છોડીને ભાગી ગઈ હતી. જોકે ભાગતા ભાગતા તે બીજાના પ્રેમમાં પડી. તેનો પહેલો પ્રેમી તમને યાદ છે. આ વાતને 16 વર્ષ થઈ ગયા તો અમે જ તમને યાદ અપાવીએ. વાત છે કરીના-શાહીદની ફિલ્મ જબ વી મેટની. આ સુપરહીટ મ્યુઝિકલ ફિલ્મને 16 વર્ષ થઈ ગયા.
આ ફિલ્મની ગીત એટલે કે કરીના કપૂર પોતાના પ્રેમી અંશુમનને મળવા ને પરણવા ઘરેથી ભાગતી બતાવવામા આવે છે. જોક તેને ટ્રેનમાં શાહીદ કપૂર મળી જાય છે અને પછી તે બન્નેની લવસ્ટોરી પર આ ફિલ્મ બની છે. શાહીદ અને કરીનાની કરિયરની ખૂબ જ મહત્વની આ ફિલ્મમાં કરીનાના પ્રેમી તરીકે અંશુમનનું પાત્ર તરૂણ અરોરાએ ભજવ્યું હતું.
આજે તમે તરૂરણને જોશો તો ઓળખી શકશો નહીં. તરૂણે મસ્ત બોડી બનાવ્યું છે અને તેની વીડિયો તે સોશિયલ મીડિયા પર મૂકતો રહે છે. 44 વર્ષનો તરૂણ કરીનાની જેમ જ મેઈનટેઈન કરવામાં માને છે અને તે ડેશિંગ લાગે છે. મોડેલિંગથી કરિયરની શરૂઆત કરી હતી તરૂણે અને 1998માં ગ્લેડરેગ્સ મેનહંટિગનો વિનર હતો. ફિલ્મ સફળ થવા છતાં તેનો લાભ તરૂણને મળ્યો પણ તે સાઉથમાં વિલન તરીકે નામના ધરાવે છે અને મોટા ગજાના કલાકારો સાથે તેણે કામ કર્યું છે.
તેણે બોલીવૂડ એક્ટ્રેસ અંજલા ઝવેરી સાથે લગ્ન કર્યા, જેને તમે પ્યાર કિયા તો ડરના ક્યામાં અરબાઝ સાથે જોઈ હતી. તો હવે યાદ આવ્યો કરીનાનો લવર. જોકે આ તો રીલ લાઈફનો લવર હતો, પણ આ ફિલ્માં કરીનાનો રીયલ લાઈફનો લવર શાહિદ પણ હતો. શાહીદ અને કરિનાના અફેરની વાતો ભારે ચર્ચા જગાવતી હતી તે વચ્ચે પોતાનાથી ઘણી મોટી ઉંમરના પરિણિત સૈફ અલી ખાન સાથેના કરિનાના સંબંધો અને તેમના લગ્નએ ઈન્ડસ્ટ્રી અને તેમના ફેન્સ માટે શોકિંગ માહોલ ઉભો કર્યો હતો. જોકે હવે બન્ને પોતપોતાની લાઈફમાં ઠરીઠામ થઈ ગયા છે અને બે બે સંતાનોના માતા-પિતા પણ છે