પવન સિંહની ‘વિવાદાસ્પદ’ હરકત: અધૂરામાં પૂરું પત્નીએ ધમકી આપતા મામલો ગરમાયો…

ભોજપુરી સ્ટાર અને પોલિટિશિયન પવન સિંહની એક ઓછી હરકતને લીધે સોશિયલ મીડિયા પર યુઝર્સ તેના પર વરસી પડ્યા છે તો બીજી બાજુ તેની પત્નીએ લખેલા એક પત્રથી મામલો ગરમાયો છે.
પવન સિંહ પોતાના નવા ગીત સૈયા સેવા કરેના પ્રમોશન માટે કૉ-સ્ટાર અંજલિ રાઘવ સાથે એક સ્ટેજ પર ઊભા હતા. અંજલિ જ્યારે સ્ટેજ પરથી ફેન્સ સાથે વાતો કરતી હતી ત્યારે અચાનક પવન સિંહે તેની કમર પર હાથ ફેરવ્યો.
એકવાર નહીં પણ બે ત્રણ વાર ફેરવ્યો અને કાંઈ છે તેવો કોઈ ઈસારો કર્યો અને પછી કહ્યું કે કંઈ નથી. અંજલિ આ વાતથી અનકન્ફર્ટેબલ લાગી પરંતુ તે કંઈ બોલી નહીં અને ચહેરા પર પ્લાસ્ટિક સ્માઈલ દેખાતું હતું.
યુઝર્સ આ જોઈને ભડકી ગયા હતા અને પવન સિંહની આ હરકતને હલકી જણાવી હતી. યુઝર્સે કહ્યું હતું કે તેણે અંજલિને પૂછયા વિના આ રીતે કેમ તેની કમર પર હાથ ફેરવ્યો. તો બીજાએ લખ્યું છે કે તેમનો ઈરાદો ખરાબ ન હોઈ શકે, પણ જાહેરમાં આ રીતે કેમ કરી શકાય.
બીજી બાજુ પવન સિંહની પત્ની જ્યોતિનો એક લેટર વાયરલ થયો છે. જેમાં જ્યોતિએ પવન સિંહ તેની સાથે યોગ્ય વર્તન ન કરતો હોવાનું, તેના મેસેજના રિપ્લાઈ ન આપતા હોવાનું અને જ્યોતિના માતા-પિતાની પ્રતિષ્ઠા પર આંચ આવતી હોવા સહિતની ફરિયાદો કરી છે.
જ્યોતિએ એમ પણ કહ્યું છે કે તમારા વ્યવહારને લીધે મને મારા જીવનથી નફરત થઈ ગઈ છે અને મને આત્મદાહ કરવાના વિચારો આવે છે, પણ હું એમ કરીશ તો પણ લોકો મારા પર અને મારા પરિવાર પર આંગળી ઉઠાવશે. મેં સાત વર્ષમાં પત્ની તરીકેનો મારો ધર્મ નિભાવ્યો છે, હવે તમારો વારો છે. જોકે તેની આ ઈન્સ્ટાપોસ્ટ થોડા સમયમાં હટાવી લેવાઈ હતી. હવે બન્ને વચ્ચે શું ખટપટ ચાલે છે તે ખબર નથી.
આ પણ વાંચો…ફિલ્મનામાઃ ડબલ મિનિંગ વત્તા વલ્ગારિટી એટલે ભોજપુરી ફિલ્મો ને ગીત?