પવિત્ર રિશ્તા ફેમ અભિનેત્રી પ્રિયા મરાઠેનું નાની વયે મૃત્યુઃ આ રોગ ભરખી ગયો...
Top Newsમનોરંજન

પવિત્ર રિશ્તા ફેમ અભિનેત્રી પ્રિયા મરાઠેનું નાની વયે મૃત્યુઃ આ રોગ ભરખી ગયો…

ખૂબ જ લોકપ્રિય સિરિયલ પવિત્ર રિશ્તામાં વર્ષાનો રોલ કરી ઘરે ઘરે ફેમસ થયેલી મરાઠી અને હિન્દી સિરિયલોની અભિનેત્રી પ્રિયા મરાઠેનું માત્ર 38 વર્ષની વયે મૃત્યુ થયું છે.

આજે રવિવારે વહેલી સવારે તેણે અંતિમ શ્વાસ લીધાં હતા. તેના મૃત્યુની ખબરે ટીવીજગતને શોકમાં મૂકી દીધું છે. પ્રિયા છેલ્લા બે વર્ષથી કેન્સરના રોગ સામે લડાઈ લડી રહી હતી, પરંતુ તે જંગ હારી ગઈ.

પવિત્ર રિશ્તા, સાથ નિભાના સાથિયાં, તુઝેચ મી ગીત ગાત છે જેવી હિન્દી અને મરાઠી સિરિયલોમાં દમદાર ભૂમિકા નિભાવી તે લોકપ્રિય બની હતી. જોકે કેન્સર ડિટેક્ટ થતાં તે છેલ્લા એકાદ વર્ષથી લાઈમલાઈટથી દૂર હતી. પ્રિયા સોશિયલ મીડિયા પર એક્ટિવ ન હોવાથી તેનાં વિશે ફેન્સને ઓછી ખબર હશે.

પ્રિયા છેલ્લે તુઝેચ મી ગીત ગાત છે સિરિયલમાં જોવા મળી હતી, આ સિરિયલ તેને અધવચ્ચે છોડવાની ફરજ પડી હતી. તે સમયે તેમે તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને તેનાં ફેન્સને આ અંગે માહિતી આપી હતી અને હેલ્થના કારણોસર સિરિયલ છોડ્યાનું જણાવ્યું હતું.

હું સ્વાસ્થ્યના કારણોસર તુઝે મેં ગીત ગાત આહે સિરિયલને અલવિદા કહી રહી છું. આ સિરિયલમાં મોનિકાનું પાત્ર ભજવીને મને ખૂબ આનંદ થયો, પરંતુ શૂટિંગ શેડ્યૂલ અને હેલ્થ બન્ને વચ્ચે બેલેન્સ કરવાનું શક્ય નથી. મારા હેલ્થ અચાનક ખરાબ થઈ છે.

મોનિકાના પાત્ર માટે મને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યો. પરંતુ સિરિયલ ટીમની જરૂરિયાત મુજબ, હું તેમને પૂરતો સમય આપી શકતી નથી, તેથી જ મેં આ સફર અહીં જ રોકવાનો નિર્ણય લીધો છે, તેમ તેણે ફેન્સને કહ્યું હતું.

પ્રિયાએ યા સુખનો યા એ મરાઠી સિરિયલથી ટેલિવિઝનમાં ડેબ્યૂ કર્યું. ત્યારબાદ, તેણે ઘણી મરાઠી સિરિયલોમાં ભૂમિકાઓ ભજવી. તે ચાર દિવસ સાસુચેમાં પણ જોવા મળી. ત્યારબાદ તેણે એકતા કપૂરની ઘણી હિન્દી સિરિયલોમાં કામ કર્યું . તેણે કસમ સે સિરિયલથી હિન્દી ટેલિવિઝન ઉદ્યોગમાં પગ મૂક્યો.

તેની સૌથી લોકપ્રિય સિરિયલ પવિત્ર રિશ્તામાં અર્ચના (અંકિતા લોખંડે)ની નાની બહેન વર્ષાની ભૂમિકા ભજવી તે ઘણી લોકપ્રિય થઈ હતી. બડે અચ્છે લગતે હૈમાં જ્યોતિ મલ્હોત્રાની ભૂમિકા ભજવી હતી. પ્રિયાએ 2012માં શાંતનું મોઘે સાથે લગ્ન કર્યા હતા.

પ્રિયાએ મીરા રોડ ખાતે તેનાં ઘરે અંતિમ શ્વાસ લીધાં છે ત્યારે તેની સાથે કામ કરતા કલાકારોએ શોક વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો…કાંદિવલીમાં 57મા માળેથી ગુજરાતી અભિનેત્રીના દીકરાની મોતની છલાંગ

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button