ઓસ્કરમાં ભારતની વધુ એક ફિલ્મની એન્ટ્રી, જાણો અત્યાર સુધીની ફિલ્મોનું લિસ્ટ

લોસ એન્જલસઃ આ વર્ષે 98મા એકેડમી એવોર્ડની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઓસ્કર માટે એલિજિબિલિટી થયેલી ફિલ્મોનું લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 5 ભારતીય ફિલ્મ હતી. હવે આ યાદીમાં વધુ એક ભારતીય ફિલ્મ જોવા મળી છે. જોકે, આ ફિલ્મથી મોટા ભાગના લોકો અજાણ છે, પરંતુ આ ફિલ્મ એક સ્ટ્રોંગ સોશિયલ મેસેજ આપતી ફિલ્મ છે. આ ફિલ્મમાં ‘હીરામંડી’ વેબ સિરીઝના સ્ટારે મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
ઓસ્કરમાં પહોંચનારી છઠ્ઠી ફિલ્મ કઈ?
98માં એકેડમી એવોર્ડ માટે અત્યાર સુધી ભારતની 5 ફિલ્મો ક્વોલિફાઈ થઈ ગઈ છે. હવે આ યાદીમાં વધુ એક ભારતીય ફિલ્મ ઉમેરાઈ છે. આ ફિલ્મનું નામ ‘પારો-ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ બ્રાઇડ સ્લેવરી’ છે. એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સેસ દ્વારા જાહેર કરાયેલા 98માં એકેડમી એવોર્ડની સત્તાવાર ઓસ્કર એલિજિબિલિટી લિસ્ટમાં આ ફિલ્મનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે આ ફિલ્મ ઓસ્કર એવોર્ડની તમામ કેટેગરીમાં એવોર્ડ મેળવવા માટે જ્યુરીના ઓબ્ઝર્વેશન હેઠળ પહોંચી ગઈ છે.
‘પારો’ ફિલ્મ ઓસ્કરમાં કેમ પહોંચી?
‘પારો’ ફિલ્મ એક પાવરફૂલ સોશિયલ ડ્રામા ફિલ્મ છે, જેમાં દુલ્હનોની તસ્કરી અને બ્રાઇડ સ્લેવરી જેવા ગંભીર અને અજાણ્યા મુદ્દાને સંવદનશીલ રીતે રજૂ કરવામાં આવ્યો છે. ડિરેક્ટર ગજેન્દ્ર આહિર તથા સોશિયલ એક્ટિવિસ્ટ અને ફિલ્મમેકર તૃપ્તિ ભોઈરે આ ફિલ્મનું નિર્માણ કર્યું છે. તેમણે આ ફિલ્મને સામાજિક જવાબદારી તરીકે રજૂ કરી છે. ફિલ્મમાં પીઢ અભિનેતા ગોવિંદ નામદેવ, તાહા શાહ બદુશા તથા તૃપ્તિ ભોઈરે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ‘પારો’ ફિલ્મ પોતાની ઇમાનદાર વાર્તા અને સશક્ત રજૂઆતને લઈને અગાઉ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ અને ગ્લોબર ફિલ્મ સર્કિટમાં લોકોનું ધ્યાન ખેંચી ચૂકી છે. IMDB પર આ ફિલ્મને 6.5 રેટિંગ મળ્યું છે.
કઈ ભારતીય ફિલ્મને મળશે ઓસ્કર?
ઓસ્કર એલિજિબિલિટી લિસ્ટમાં કુલ 201 ફિલ્મનો સમાવેશ થાય છે, જેમાં હવે કુલ 6 ભારતીય ફિલ્મોનો સમાવેશ થઈ ગયો છે. ‘પારો-ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ બ્રાઇડ સ્લેવરી’ ફિલ્મ સિવાય ‘કાંતારા: અ લિજેન્ડ- ચેપ્ટર 1’, ‘તન્વી ધ ગ્રેટ’,‘ટુરિસ્ટ ફેમિલી’, ‘મહાવતાર નરસિમ્હા’ અને ‘સિસ્ટર મિડનાઈટ’નો સમાવેશ થાય છે. આ 6 ફિલ્મમાંથી કોણ ઓસ્કર મેળવે છે, એ જોવાનું રહેશે.



