નેશનલ એવોર્ડ વિનર બે કલાકની આ તમિળ ફિલ્મ જોઈને તમારું પેટ દુઃખી જશે, પણ…
મનોરંજન

નેશનલ એવોર્ડ વિનર બે કલાકની આ તમિળ ફિલ્મ જોઈને તમારું પેટ દુઃખી જશે, પણ…

કોરોના મહામારી બાદ એન્ટરટેઈન્ટમેન્ટનો એક નવો યુગ શરૂ થયો નામે ઓટીટી પ્લેટફોર્મ… હવે ઓટીટી પ્લેટફોર્મ પર પોતાનું મનગમતું એન્ટરટેઈન્ટમેન્ટ શોધનારો વર્ગ મોટો છે અને અહીં સસ્પેન્સ અને થ્રિલર ફિલ્મોની ખૂબ જ બોલબાલા રહે છે. પરંતુ ધીરે ધીરે હવે આ ડાર્ક એન્ટરટેઇન્મેન્ટ પૂરું પાડનારા પ્લેટફોર્મ પર હળવીફૂલ કોમેડી ફિલ્મો અને સીરિઝ પણ ચાલવા લાગી છે.

આજે અમે અહીં તમને આવી જ એક હલકી ફૂલકી કોમેડીવાળી ફિલ્મ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેને હાલમાં જ 71મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. બે કલાકની આ તમિળ ભાષામાં બનેલી ફિલ્મ 2023માં રીલિઝ થઈ હતી અને તેની સ્ટોરી એકદમ મજેદાર છે…

ફિલ્મ પાર્કિંગનો રિયલ હીરો છે તેની વાર્તા
પાર્કિંગ ફિલ્મ વિશે વાત કરીએ આ ફિલ્મમાં ન તો કોઈ મોટી સ્ટાર કાસ્ટ છે કે ન તો કોઈ ગ્લેમરસ હીરોઈન. ટૂંકમાં ફિલ્મનો રિયલ હીરો છે ફિલ્મની વાર્તા. ફિલ્મની સ્ટોરી જ એવી છે કે જે તમને પેટ પકડીને હસવા માટે મજબૂર કરી દે છે.

ફિલ્મની વાર્તા બે પડોશીઓ વચ્ચેની ખેંચતાણ દેખાડે છે. શરૂઆતમાં બંને પડોશી વચ્ચે સંબંધો ખૂબ જ સારા હોય છે, પણ એક કારની એન્ટ્રી બાદ સંબંધોના સમીકરણો આખા બદલાઈ જાય છે.

શું છે આખી સ્ટોરી?
ફિલ્મની વાર્તાની વાત કરીએ તો એક નવું નવું પરણેલું દંપતિ લગ્ન બાદ નવા ઘરમાં શિફ્ટ થાય છે અને તેમનો પડોશી એક કડક અને નિયમોનું પાલન કરનાર વ્યક્તિ હોય છે, જે પોતાના ઘરની સામે કોઈને પણ ઊભા રહેવાની કે કંઈ પણ ઊભું કરવાની પરવાનગી નથી આપતો.

શરૂઆતમાં તો બધું ઠીક હોય છે, પરંતુ બંને પરિવાર નવી કાર ખરીદે છે અને અહીંથી મોકાણ શરૂ થાય છે. કાર પાર્કિંગને કારણે વિવાદ શરૂ થાય છે અને પછી તો ફિલ્મની વાર્તા ખૂબ જ સુંદર વળાંક લે છે અને દર્શકોને હસવા અને વિચાર માટે મજબૂર કરે છે.

ક્યાં જોઈ શકશો?
ફિલ્મ ક્યાં જોઈ શકશો એની વાત કરીએ તો આ ફિલ્મ જિયો સિનેમા પર હિંદી ભાષામાં ઉપલબ્ધ છે. ફિલ્મનું નિર્દેશન રામકુમાર બાલાકૃષ્ણને કરી છે. હરીશ કલ્યાણ, ઈંદુજા રવિચંદ્રન, એમ. એસ. ભાસ્કર અને પ્રથાના નાથન જેવી ઉમદા કલાકારોએ સુંદર અભિનય કર્યો છે.

parking tamil movie

આઈએમડીબી પર કેટલી છે ફિલ્મની રેટિંગ?
71મો નેશનલ એવોર્ડ જિતનારી આ બેસ્ટ તમિળ ફિલ્મે પોતાની ખાસ જગ્યા બનાવી છે. વાત કરીએ આઈએમડીબીની રેટિંગની તો આઈડીબી પર આ ફિલ્મને 7.8ની રેટિંગ મળી છે, જેના પરથી ફિલ્મની લોકપ્રિયતા અને ગુણવત્તાનો અંદાજો લગાવી શકાય એમ છે. જો તમે આ વીકએન્ડ પર ઓટીટી પ્લેટફોર્મ પર કોઈ હલકી ફૂલકી કોમેડી ફિલ્મ જોવા માંગો છો તો તમારા વોચ લિસ્ટમાં આ ફિલ્મ ચોક્કસ હોવી જોઈએ.

આ પણ વાંચો…નેશનલ એવોર્ડ 2025: શાહરૂખ-રાનીના ક્યૂટ વીડિયોએ લોકોના દિલ જીતી લીધા

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button