પરિણિતી અને રાઘવના ઘરે બંધાશે પારણુંઃ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી કરી આપ્યા ગૂડ ન્યૂઝ

બોલીવૂડ અભિનેત્રી પરિણિતી ચોપરા અને પોલિટિશિયન રાઘવ ચઢ્ઢાના ઘરે પારણું બંધાશે. બન્નેએ અગાઉ હીંટ આપ્યા બાદ હવે ઓફિશિયલી ફેન્સને આ ગૂડ ન્યૂઝ આપ્યા છે. પરિણિતી ચોપરા અને રાઘવે કપિલ શર્મા શૉમા આ મામલે વાત કરતા હીંટ તો આપી હતી. આજે કપલે સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ મૂકી ફેન્સને ખુશ ખબર આપી છે.
તેમાન સોશિયલ મીડિયા અકાઉન્ટ પર તેમણે લખ્યું છે કે અમારું નાનકડું બ્રહ્માંડ…તેના રસ્તા પર છે. આ સાથે કપલે 1+1=3 તેમ લખી બાળકના પગલાની ઈમેજ પોસ્ટ કરી છે. પરિણિતીની આ પોસ્ટ જોયા બાદ બોલીવૂડમાંથી પણ અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે. હુમા કુરેશી, ટીના દત્તા, ભૂમિ પેડણેકર, નિમરત કૌરે કપલને શુભેચ્છા પાઠવી છે. આ સાથે ફેન્સ પણ તેમને વીશ કરી રહ્યા છે.
રાઘવ અને પરિણિતીએ 2023માં લગ્ન કર્યા હતા. બન્ને સેલિબ્રિટી હોવાથી અને રાઘવ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ હોવાથી તેમના મેરેજ હાઈ પ્રોફાઈલ રહ્યા હતા. જોકે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ જેલમાં ગયા અને આમ આદમી પાર્ટી ભીંસમાં આવી ત્યારે રાઘવે કોઈ ભૂમિકા ન નિભાવી હોવાનો અને તે લંડન ચાલ્યો ગયો હોવાની ટીકા થઈ હતી. રાઘવે આંખની સર્જરી માટે લંડન ગયા હોવાનું બહાનું પણ સામે ધર્યું હતું.
બીજ બાજુ પરિણિતીની ચમકીલા ફિલ્મે ઓટીટી પર તેને ખૂબ જ વાહવાહી અપાવી, પરંતુ ત્યારબૂાદ અભિનેત્રી કોઈ ફિલ્મમાં દેખાઈ નથી. ખૈર હવે અભિનેત્રી મા બનવાની છે અને ઘરમાં નવું મહેમાન આવવાનું છે તેી તેનું ફોક્સ શિફ્ટ થઈ જશે, પણ આપણે આશા રાખીએ કે બન્ને પર્સનલ લાઈફ અને કરિયરમાં આગળ વધતા રહે.
Image Source:રાઘવ ચડ્ઢાએ ફેમિલી પ્લાનિંગ બાબતે એવું શું કહ્યું કે પરિણિતીની આંખો ફાટી ગઈ