મનોરંજન

પરિણીતીએ શરૂ કર્યો નવો ટ્રેન્ડ, મિત્રો સાથે ફરવા ગઇ માલદિવ્સ

કોઇ પણ લગ્ન ત્યાં સુધી સંપૂર્ણ નથી માનવામાં આવતા જ્યાં સુધી કપલ હનીમૂન પર ના જાય. આજ કાલ તો એવો જમાનો છે કે કપલ લગ્ન કરતા પહેલા જ હનીમૂન ડેસ્ટિનેશન નક્કી કરી લેતું હોય છે. ન્યુલી મેરીડ સેલિબ્રિટી કપલ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના હનીમૂનની તસવીરોનો ઇંતઝાર કરી રહેલા તેમના ફેન્સ માટે ખબર છે કે આ ક્યુટ કપલે તેમના હનીમૂનનો પ્લાન હાલ પૂરતો સ્કીપ કર્યો છે.

રાઘવ ચઢ્ઢા તો બેશક દિલ્હીમાં જ છે, પણ તેમની નવી નવેલી દુલ્હન ફરવા નીકળી ગઇ છે. જી હા, પરિણીતી હાલમાં માલદિવ્સમાં છે. તેણે ત્યાંથી પોતાની તસવીરો પણ શેર કરી છે. જોકે, એણે પોતે જ જણાવી દીધું છે કે આપના નેતા અને મનનો માણિગર રાઘવ ચઢ્ઢા એની સાથે નથી.

ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરમાં પરિણીતી સમુદ્રની લહેરોની સામે હાથમાં કપ પકડેલી જોવા મળી રહી છે. એણે ફોટામાં ચહેરો તો નથી દર્શાવ્યો પણ, હાથમાં પહેરેલા પિંક ચૂડા પરથી અંદાજ આવી જ જાય છે કે આ પરિણીતીનો જ હાથ છે. ફોટાની સાથે પરિણીતીએ મજાકીયા અંદાજમાં લખ્યું છે કે, ‘હું હનીમૂન પર નથી.’ તેણે હેશટેગ ‘ગર્લ્સ ટ્રીપ’ પણ લખ્યું છે. આ કેપ્શન જોઇને તો એવું જ લાગે છે કે પરિણીતી તેની ગર્લ્સ ગેંગ સાથે ફરવા નીકળી છે.

લગ્નના લહેંગામાં નાનીની નિશાની હોય કે સિંદૂર અને ચૂડા સાથે રેમ્પ વૉક કરવાની વાત હોય, પરિણીતી રોજ નવા ટ્રેન્ડ સેટ કરી રહી છે, જે તેને બધાથી અલગ તારવે છે. હવે આ ટ્રીપ સાથે એણે એ મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે કે એવું જરૂરી નથી કે લગ્ન પછી માત્ર પતિ સાથે જ બહાર ફરવા જઇ શકાય. તમે તમારા દોસ્તો, મિત્રો સાથે પણ ફરવા જઇ શકો છે. આખરે તો આ મિત્રો સાથે જ તમે અત્યાર સુધી સમય વિતાવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button