રાઘવ ચઢ્ઢા કરતા પણ વધુ સંપત્તિ ધરાવે છે પરિણીતી

મુંબઇ: બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપ્રા અને આપના સાંસદ રાઘવ ચઢ્ઢા જલ્દી જ લગ્ન બંધનમાં બંધાવાના છે. હવે તેમના લગ્નની દરેક અપડેટ જાણવા તેમના ચાહકો ઉત્સુક હોય છે. ત્યારે હવે આ બંનેની નેટવર્થ કેટલી છે એ જાણી લેવા માટે પ્રેક્ષકો ઉત્સુક છે.
એક મીડિયા રિપોર્ટ મુજબ પરિણીતી ચોપ્રાની કુલ સંપત્તી 60 કરોડની આસપાસ છે. બોલીવુડમાં સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રીઓમાં પરિણીતીનું નામ પણ સામેલ છે. ફિલ્મો અને જાહેરાતોના માધ્યમથી પરિણીતી સારી કમાણી કરી લે છે. જ્યારે myneta.info મુજબ રાઘવ ચઢ્ઢા પર કોઇ દેવું નથી. તેની પાસે 37 લાખ રુપિયાનું ઘર છે. રાઘવ ચઢ્ઢાની કુલ સંપત્તી 50 કરોડની આસપાસ છે. તેથી રાઘવ ચઢ્ઢા કરતાં પરિણીતી ચોપ્રા વધુ શ્રીમંત છે.
પરિણીતી ચોપ્રા અને રાઘવ ચઢ્ઢાની સગાઇ 13મી મે 2023 ના રોજ થઇ હતી. દિલ્હીના કપુરથલા હાઉસમાં તેમની સગાઇનો કાર્યક્રમ યોજાયો હતો. પરિવારજનો અને નજીકના મિત્રોની હાજરીમાં તેમની સગાઇ થઇ હતી. આ સગાઇના કાર્યક્રમમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન પણ હાજર રહ્યાં હતાં. ઉપરાંત બોલવુડ સહિત હોલીવુડમાં પોતાની પ્રતિભા બતાવનાર પ્રિયંકા ચોપ્રાએ પણ સગાઇમાં હાજરી આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉદયપુરના એક મહેલમાં શાહી અંદાજમાં પરિણીતી અને રાધવના લગ્ન થવાના છે. લગ્નમાં પરિણીતીની બહેન પ્રિયંકા ચોપ્રા અને નિક જોનસ પણ હાજરી આપશે. ઉપરાંત દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ પણ લગ્ન સમારંભમાં હાજરી આપશે. જ્યારે ચંડીગઢના તાજ હોટલમાં તેમનું રિસેપ્શન થવાનું છે.