મનોરંજન

શું લગ્ન બાદ મુશ્કેલીમાં છે પરિણીતી ચોપરા…? કરી એવી પોસ્ટ કે….

બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવારનવાર પોસ્ટ મૂકીને તેના ફ્રેન્ડ્સનું મનોરંજન કરે છે,પરંતુ હાલમાં જ પરિણીતીએ સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ શેર કરી છે કે જે જોયા બાદ તેના ચાહકો ચિંતામાં આવી ગયા છે અને અનુમાન લગાવી રહ્યા છે કે અભિનેત્રીના 10 મહિનાના લગ્ન જીવનમાં બધું બરાબર નથી. અભિનેત્રીએ 24 સપ્ટેમ્બરે AAP સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કર્યા હતા. પરિણીતી ચોપરાએ હાલમાં એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ભગ્ન હૃદયે એક બોટમાં બેઠેલી જોવા મળી રહી છે. તેના ચહેરા પર ચિંતાની રેખાઓ જોવા મળી રહી છે. અભિનેત્રીએ આ સમયે કોઈ મેકઅપ કર્યો નથી. તેણે આ વીડિયોની સાથે એક લાંબી પોસ્ટ લખી છે જેમાં પોતાની માટે, પોતાની ખુશી માટે જીવવાની અને બિન જરૂરી વાતોને મહત્વ નહીં આપવાની વાત કરી છે.

ક્રિપ્ટિક પોસ્ટ શેર કરતા અભિનેત્રીએ લખ્યું છે કે આ મહિને મેં થોડો સમય રોકાઈને મારા જીવન વિશે વિચાર્યું. એ પછી મને એમ લાગ્યું કે માનસિકતા જ બધું છે. જીવન એક ધબકતી ઘડિયાળ છે. તેથી નકામા લોકો પર તમે તમારો સમય બગાડો નહીં. દરેક ક્ષણ તમારી પસંદગી અનુસાર જીવો. કૃપા કરીને બીજા માટે જીવવાનું બંધ કરો. તમે તમારી ઈચ્છા મુજબનું જીવન જીવો. બહારની દુનિયાથી ડરવાનું અને દુનિયા શું વિચારે છે તેની કાળજી લેવાનું બંધ કરો. દરેક પરિસ્થિતિમાં તમે જે રીતે પ્રતિક્રિયા આપો છો તેને બદલો. જીવન ઘણું ટૂંકું છે અને તેને તમારી રીતે જીવો.

લગ્નના 10 મહિના બાદ જ પરિણીતી ની આવી પોસ્ટ જોઈને તેના ફ્રેન્સ ચિંતામાં પડી ગયા છે અને આ પોસ્ટ કરવા પાછળનું કારણ પૂછી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે, .શું આ પોસ્ટ કોના માટે છે?. બીજાએ લખ્યું હતું કે, ‘ખુબ સરસ આપણે બધા સરખા જ છીએ આવા લોકો માટે આપણે એક ક્ષણ પણ બગાડવી જોઈએ નહીં.’ અન્ય એકે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ‘અમે હંમેશા તમારા માટે છીએ તમે ચિંતા કરશો નહીં,’ તો એક નેટિઝને લખ્યું હતું કે, લગ્ન પછી શું તમે ખરેખર કંઈ પ્રોબ્લેમમાં છો?’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button