અચાનક પરિણિતીએ કેમ યાદ કર્યો સુશાંત સિંહને અને થઈ ગઈ ઈમોશનલ
સુશાંત સિંહ રાજપૂત સારો એક્ટર હોવાની સાથે સારો મિત્ર પણ હતો અને તેના મિત્રો આજે પણ તેને એટલો જ યાદ કરે છે. માત્ર 34 વર્ષની ઉંમરે અચાનક દુનિયા છોડી જનારા સુશાંતનું મૃત્યુ વિવાદસ્પદ રહ્યું અને હજુ પણ તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી.
સુશાંતના ફેન્સની જેમ તેના મિત્રો અને તેની સાથે કામ કરનારા પણ તને યાદ કરી ઈમોશનલ થાય છે.
આવી જ તેની કૉ-સ્ટાર પરિણિતી ચોપરાએ તેને યાદ કર્યો છે. પરિણિતી અને સુશાંતે શુદ્ધ દેસી રોમાન્સ નામની એક ફિલ્મ સાથે કરી હતી. આ ફિલ્મમાં વાણી કપૂર પણ હતી. આ ફિલ્મ સુપરહીટ ન હતી, પણ લોકોએ વખાણી હતી.
પરિણિતીએ આ ફિલ્મનો એક સિન પોતાના ઈન્સ્ટા અકાઉન્ટ પર શેર કર્યો છે અને તેના શૂટિંગ સમયના કિસ્સાઓને યાદ કર્યા છે. આ સાથે તેણે લખ્યું છે Love this! Miss you Sushant…what fun we had on this one.
હકીકતમાં આ ફિલ્મને 11 વર્ષ પૂરા થયા. પરિણિતી ફિલ્મની રિલિઝ ડેટ પર આ પોસ્ટ શેર કરી છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો બહુ ઓછી ફિલ્મો કરતી પરિણિતીને છેલ્લી ઓટીટી ફિલ્મ ચમકીલા ભારે વખાણાઈ હતી અને તેમાં પરિણિતીનો અભિનય અને તેની ગાયકી બન્નેના બે મોઢે વખાણ થયા હતા. પરિણિતી પતિ રાઘવ ચઢ્ઢા સાથેના ફોટા શેર કરતી હોય છે અને આ રીતે પણ સમાચારોમાં રહેતી હોય છે.
હાલમાં તે ક્યા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે તે અંગે કોઈ મીડિયા રિપોર્ટ્સ નથી.
Also Read –