પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના ઘરે પારણું બંધાયું, પતિએ ખુશખબરી શેર કરી...
મનોરંજન

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના ઘરે પારણું બંધાયું, પતિએ ખુશખબરી શેર કરી…

દેશભરમાં હાલ દીવાળીના તહેવારની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે બીજી બાજું અભિનેત્રી પરિણીતી ચોપડા અને રાજકારણી રાઘવ ચઢ્ઢાના ઘરે પારણું બંધાયું છે. દંપતી મળીને પુત્રનું સ્વાગત કર્યું છે. આ સમાચારથી પરિવાર અને ચાહકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. આ સમાચારને દંપતીએ સોશિયલ મીડિયા પર શેર કર્યા બાદ લોકોએ પણ ડબલ શુભેચ્છાઓ આપી હતી.

દિવાળીના શુભ અવસરે પરિણીતી અને રાઘવના ઘરે નવા મહેમાનની કિલકારી ગુંજી છે. રાઘવે ઇન્સ્ટાગ્રામ પર એક હૃદયસ્પર્શી પોસ્ટ શેર કરી, જેમાં તેમણે લખ્યું, “અમારો બેબીબોય આવી ગયો છે! અમારા જીવન ખુશીઓથી ભરાઈ ગયું છે. આ પહેલાનું હવે અમને કઈ પણ યાદ નથી કારણ કે હવે અમારી પાસે બધું જ છે. પ્રેમથી – પરિણીતી અને રાઘવ.” આ પોસ્ટમાં નજર ન લાગે તેવા ઇમોજી સાથે આ ખુશખબર ચાહકો સુધી પહોંચાડવામાં આવ્યા છે.

સેલેબ્સ અને ચાહકોની શુભેચ્છાઓ
લગ્નના બે વર્ષ બાદ આ દંપતીના ઘરે પારણું બંધાયું છે. જેને લઈ ચાહકોમાં ખુશીની લહેર છવાઈ છે. પોસ્ટના કમેન્ટ સેક્શનમાં કૃતિ સેનન, અનન્યા પાંડે જેવા સેલેબ્સે દંપતીને શુભેચ્છાઓ પાઠવી છે. ચાહકોની ખુશીનો પાર નથી, અને તેઓ આને દિવાળીની સૌથી મોટી ભેટ માની રહ્યા છે. ઘણા ચાહકોએ લખ્યું કે, “પરિણીતી-રાઘવને જીવનની સૌથી સુંદર દિવાળી ગિફ્ટ મળી છે.”

જણાવી દઈએ બે મહિના પહેલા, 25 ઓગસ્ટના રોજ, પરિણીતિએ ગર્ભાવસ્થાના સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. તેણે એક કેકની તસવીર શેર કરી હતી, જેમાં ‘1+1=3’ લખેલું હતું અને નાના પગના નિશાન પણ બનાવેલા હતા. આ સાથે એક વીડિયોમાં પરિણીતિ રાઘવનો હાથ પકડીને શાંતિથી ચાલતી જોવા મળી હતી. કેપ્શનમાં તેણે લખ્યું હતું, “અમારું નાનું યુનિવર્સ આવી રહ્યું છે, અમે ખૂબ જ ધન્ય અનુભવીએ છીએ.” આ પોસ્ટે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી, અને ચાહકોથી લઈને સેલેબ્સે દંપતીને અભિનંદન આપ્યા હતા.

આ પણ વાંચો…પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢા પર થઈ ઓળઘોળ, જાણો શું કર્યું?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button