પરિણીતી થઈ જખમી?, તસવીર શેર કરીને ચોંકાવ્યા

મુંબઈ: બોલીવુડની ચુલબુલી અભિનેત્રી પરિણીતી ચોપરાએ હાલમાં પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક એવી તસવીર શેર કરી હતી, જેમાં તે જખમી થતાં તેના માથામાંથી લોહી નીકળી રહ્યું છે. પરિણીતી ચોપરાએ તેને લોહી નીકળી રહ્યું છે એવી તસવીર શેર કરી હતી, જે હવે વાઇરલ થઈ રહી છે.
પરિણીતીએ હાલમાં તેની ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’ના સેટ પરની તસવીરો શેર કરી છે. આ ફિલ્મમાં પરિણીતી અમર સિંહ ચમકીલાની પત્ની અમરજોત કૌરના પાત્રમાં જોવા મળશે તેમ જ અમર સિંહ ચમકીલાના રોલમાં અભિનેતા દિલજીત દોસાંજ જોવા મળવાનો છે.
પરિણીતીએ શેર કરેલી તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે તે ફિલ્મના સીન માટે શૂટ કરી રહી છે. આ ફિલ્મના એક સીનમાં તેને કોઈ ઇજા થતાં તેના માથામાંથી લોહી નીકળી રહ્યું છે. જોકે આ માત્ર મેકઅપ જ છે, અને ફિલ્મના સીન માટે પરિણીતીએ આ નકલી લાલ રંગ માથા પર લગાવ્યો હતો.
તસવીરોમાં પરિણીતી સાથે ફિલ્મનો લીડ દિલજીત દોસાંજ પણ જોવા મળી રહ્યો છે. ‘અમર સિંહ ચમકીલા’ની બિહાઇન્ડ ધ સીનની તસવીરો શેર કરીને લખ્યું હતું કે મને અમરજોતના રૂપમાં ચમકાવવા માટે, ગુરુદ્વારાની તમામ સુંદર ક્ષણો માટે અને આખી ફિલ્મ દરમિયાન અમરજોતને આ તસવીરોમાં કેદ કરવા માટે મારી ગ્લેમ ટીમને શુભેચ્છા, એવું કેપ્શન પરિણીતીએ આપ્યું હતું.
પ્રિયંકા ચોપરાએ થોડા સમય પહેલા તેને ચહેરા પણ ઇજા થઈ હોવાની તસવીર શેર કરી હતી. પ્રિયંકા ચોપરાએ પણ એક તસવીર શેર કરી હતી જેમાં તેના માથા પર પણ થોડી ઇજા થઈ છે એવું જોવા મળે છે.
પ્રિયંકા ચોપરાએ શેર કરેલી આ તસવીરને જોઈને લોકોએ તેના પ્રત્યે ચિંતા વ્યક્ત કરી છે. આ તસવીરને શેર કરીને પ્રિયંકાએ લખ્યું હતું કે મને આશ્ચર્ય થાય છે કે મેં વર્ષોથી કામ પર કેટલા લોહીવાળી તસવીરો પોસ્ટ કરી છે. જોકે પ્રિયંકાની આ જખમ પાછળનું કારણ હજુ સુધી તેણે જાહેર કર્યું નહોતું.