ફિલ્મની સ્ક્રિપટ જોરદાર છે, પરંતુ…: પરેશ રાવલે આ સુપરહિટ ફિલ્મની સિક્વલની ઓફરને નકારી…

મુંબઈ: અભિનેતા પરેશ રાવલ પાસે આગામી સમયમાં ઘણી ફિલ્મો છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ હેરા ફેરી ફિલ્મના ત્રીજા ભાગને લઈને ચર્ચામાં રહ્યા હતા. તાજેતરમાં તેઓ પોતાની નવી ફિલ્મ ‘ધ તાજ સ્ટોરી’ને લઈને પણ ચર્ચામાં આવ્યો છે. આ સિવાય તેઓને એક સુપરહિટ ફિલ્મની સિક્વલ માટે પણ ઓફર કરવામાં આવી હતી. પરંતુ પરેશ રાવલે આ સુપરહિટ ફિલ્મને ઠુકરાવી દીધી છે. આ સુપરહિટ ફિલ્મ કઈ છે અને પરેશ રાવલે તેને કેમ ઠુકરાવી છે, આવો જાણીએ.
મને રોલ પસંદ આવ્યો નહીં
અજય દેવગણની ફિલ્મ દૃશ્યમ અને તેની સિક્વલ દૃશ્યમ 2 બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. હવે આ ફિલ્મના નિર્માતાઓ દૃશ્યમ ફિલ્મનો ત્રીજો ભાગ પણ બનાવવા જઈ રહ્યા છે. જોકે, આ ફિલ્મ માટે પરેશ રાવલને પણ એક રોલ ઓફર કરવામાં આવ્યો હતો. પરંતુ પરેશ રાવલે આ રોલની ઓફરને નકારી કાઢી છે.
દૃશ્યમ ફિલ્મની નવી સિક્વલમાં રોલની ઓફર નકારવા અંગે પરેશ રાવલે મીડિયાને જણાવ્યું હતું કે, “ફિલ્મમેકર્સે દૃશ્યમ ફિલ્મને લઈને મારો સંપર્ક કર્યો હતો. પરંતુ મને તે રોલ પસંદ આવ્યો નહીં. મને મારા ભાગનું પાત્ર વાંચીને મજા આવી નહીં. ફિલ્મની સ્ક્રિપટ જોરદાર છે, હું તેનાથી ઇમ્પ્રેસ થયો છું. પરંતુ સારી સ્ક્રિપ્ટમાં પણ એ રોલ જોઈએ, જે એક્સાઈટમેન્ટ વધારી દે. અન્યથા મજા નહીં આવે.”

પરેશ રાવલની ‘ધ તાજ સ્ટોરી’ ફિલ્મ થશે રિલીઝ
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પરેશ રાવલ ‘થામા’ ફિલ્મમાં જોવા મળ્યા છે. આ ફિલ્મમાં તેમણે આયુષ્યમાન ખુરાનાના પિતાનું પાત્ર ભજવ્યું છે. જેને પણ દર્શકોએ ખૂબ પસંદ કર્યું છે. 31 ઓક્ટોબરના રોજ પરેશ રાવલની ‘ધ તાજ સ્ટોરી’ ફિલ્મ રિલીઝ થવાની છે. તેમની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેવો કમાલ કરશે, એ હવે જોવું રહ્યું.
આ પણ વાંચો…તાજમહેલ ‘મકબરો’ કે ‘મંદિર’? પરેશ રાવલના ફિલ્મના ટ્રેલરથી છેડાયો નવો વિવાદ!



