
હાલમાં બોક્સ ઓફિસ પર અહાન પાંડે અને અનિત પડ્ડાની ફિલ્મ સૈયારાનો જાદુ જોવા મળી રહ્યો છે. દર્શકોને આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે. સૈયારા બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે, ત્યારે સિદ્ધાર્થ મલ્હોત્રા અને જ્હાન્વી કપૂર સ્ટારર ફિલ્મ પરમ સુંદરીની રિલીઝ ડેટ પોસ્ટપોન્ડ કરવામાં આવી છે. માત્ર પરમ સુંદરી જ નહીં પણ અનેક ફિલ્મ નિર્માતાઓ પોતાની ફિલ્મની રિલીઝ ડેટ બદલી રહ્યા છે સૈયારાની સક્સેસને જોઈને. પરમ સુંદરી ફિલ્મ પહેલાં 25મી જુલાઈના રિલીઝ થવાની હતી, પરંતુ હવે તેમની રિલીઝ ડેટ બદલાઈ ગઈ છે અને નવી ડેટ્સની જાહેરાત કરવામાં આવી નથી.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને જ્હાન્વી કપૂર સ્ટારર ફિલ્મ પરમ સુંદરી પહેલાં 25મી જુલાઈના રિલીઝ થવાની હતી, પરંતુ બોક્સ ઓફિસ પર સૈયારાનો જાદુ જોતા મેકર્સ દ્વારા આ ફિલ્મની રિલીઝ ડેટને પોસ્ટપોન્ડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ ફિલ્મ ઓગસ્ટમાં રિલીઝ કરવામાં આવશે.
પરમ સુંદરી પણ એક રોમેન્ટિક ડ્રામા છે અને ફિલ્મના ફર્સ્ટ લૂકે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી હતી. પરંતુ હવે ફિલ્મને લઈને આવેલી લેટેસ્ટ ઈન્ફોર્મેશન અનુસાર આ ફિલ્મ જોવા માટે દર્શકોએ હવે થોડી વધારે રાહ જોવી પડી શકે છે. 25મી જુલાઈથી આ ફિલ્મની રિલીઝ ડેટને પાછળ ઠેલવામાં આવી છે.
એક અહેવાલમાં કરવામાં આવેલા દાવા અનુસાર ફિલ્મ પરમ સુંદરીની એક અલગ ઓળખ છે. સૈયારા, મેટ્રો ઈન દિનોં જેવી રોમેન્ટિક ડ્રામાં ફિલ્મ રિલીઝ બાદ તરત જ મેકર્સ આ ફિલ્મ રિલીઝ કરીને કોઈ જોખમ નથી વહોરી લેવા માગતા. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે આ ફિલ્મ 29મી ઓગસ્ટ કે પાંચમી સપ્ટેમ્બરના રિલીઝ થઈ શકે છે. આ ફિલ્મમાં દર્શકોને સિદ્ધાર્થ મલ્હોત્રા અને જ્હાન્વી કપૂરની એકદમ ફ્રેશ જોડી મોટા પડદા પર સાથે જોવા મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ સૈયારા બોક્સ ઓફિસ પર કમાલ કરી રહી છે અને દરરોજ કમાણીના નવા નવા રેકોર્ડ બ્રેક કરી રહી છે. સોશિયલ મીડિયા પર પણ આ ફિલ્મને લઈને જ વાતો થઈ રહી છે. આવી સ્થિતિમાં કોઈ પણ મેકર્સ પોતાની ફિલ્મ રિલીઝ કરીને જોખમ ના વહોરે એ સ્વાભાવિક છે.