પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસ હવે આપણી વચ્ચે નથી. લાંબી માંદગી બાદ સોમવારે તેમનું અવસાન થયું હતું. આજે તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. પંકજ ઉધાસના પાર્થિવ દેહ તેમના નિવાસસ્થાને પહોંચ્યો હતો.
પરિવારના સભ્યો, મિત્રો અને પરિચિતો પીઢ ગાયકને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે આવી રહ્યા છે. આખો પરિવાર અસ્વસ્થ છે. પંકજ ઉધાસના નિધનના સમાચાર મળતાં જ લોકોની આંખો ભીની થઈ ગઈ છે. ગાયકના મૃતદેહને જોઈને લોકોના આંસુ રોકાતા ન હતા. તેમના ભાઇ મનહર ઉધાસ, પરિવારના સભ્યો, મિત્રો અને પરિચિતો અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. ઘણા સેલિબ્રિટીઝ તેમની અંતિમ ઝલક માટે તેમના ઘરે પહોંચ્યા છે.
પંકજ ઉધાસ 72 વર્ષના હતા. તેમની પુત્રીએ તેમના નિધનની માહિતી સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપી હતી. ગાયકના નિધનથી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. પંકજ ઉધાસના આજે અંતિમ સંસ્કાર થવાના છે. પંકજ ઉધાસની પુત્રી નયાબ ઉધાસે પોસ્ટ શેર કરી અને માહિતી આપી કે તેના પિતાના અંતિમ સંસ્કાર મંગળવારે બપોરે 3 થી 5 વાગ્યાની વચ્ચે મુંબઈના વરલીમાં હિન્દુ સ્મશાન ગૃહમાં કરવામાં આવશે.
લોકપ્રિય તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈન પણ પંકજ ઉધાસના ઘરે તેમના અંતિમ દર્શન કરવા પહોંચ્યા છે. તેમના સિવાય શંકર મહાદેવન પણ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે ગઝલ ગાયકના ઘરે ગયા છે.
પંકજ ઉધાસના અંતિમ દર્શન માટે નજીકના સંબંધીઓ આવવા માંડ્યા છે
પરિવાર, મિત્રો અને ઘણા સેલેબ્સ પીઢ ગાયકને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે આવી રહ્યા છે.
પંકજ ઉધાસની દીકરી રિવા ઉધાસ કારમાં બેસતી જોવા મળી.