મનોરંજન

પંકજ ત્રિપાઠીની દીકરીએ ‘લૈલાજ’ નાટકથી કર્યું થિયેટર ડેબ્યૂ, પિતાએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે…

મુંબઈઃ બોલીવુડના દિગ્ગજ અભિનેતાઓમાં પંકજ ત્રિપાઠીનું નામ લેવાય છે. બોલીવુડમાં પંકજ ત્રિપાઠીનું નામ સન્માન સાથે લેવામાં આવે છે. ફિલ્મ સાથે વેબ સિરીઝમાં આગવું જ કામ કર્યું છે, તેમાંય વળી ‘મિર્ઝાપુર’ વેબ સિરીઝથી લઈને ‘સ્ત્રી’ ફિલ્મમાં પંજક ત્રિપાઠીએ લોકોને મંત્રમુગ્ધ કર્યાં છે. હવે પંકજ ત્રિપાઠીની દીકરી પણ નાટકની દુનિયામાં એન્ટ્રી કરી છે, જેના કારણે પંકજ ત્રિપાઠી ખુશ જોવા મળ્યાં હતાં.

‘લૈલાજ’થી પોતાની અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો

પંકજ ત્રિપાઠીની દીકરી આશીએ ‘લૈલાજ’થી પોતાની અભિનયની ક્ષેત્રે પ્રવેશ કર્યો છે. આ આશીનું પહેલું નાટક છે, અને તે પરિવાર માટે પણ ખાસ છે, કારણ કે તે પંકજ અને તેની પત્ની મૃદુલાના થિયેટર બેનર, રૂપકથા રંગમંચ માટેનું પહેલું નાટક છે. જેના કારણે પરિવારમાં ખૂબ જ ખુશીઓ છવાયેલી છે.

ashi tripathi lailaaj

આશીની અભિનય માટે પંજક ત્રિપાઠીને ગર્વ

આ શો પર પંજક ત્રિપાઠીએ પણ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, તે એક પિતા તરીકે નહીં પરંતુ એક અભિનેતા તરીકે આશીનો શો જોવા માટે ગયો હતો. આશીનો શો તેને ખુબ જ પસંદ પણ આવ્યો હતો, એટલું જ નહીં પરંતુ આશીની અભિનય કાળા માટે પંજક ત્રિપાઠીએ રાજીપો પણ વ્યક્ત કર્યો છે. સ્વાભાવિક છે કે જ્યારે પોતાનું સંતાન પોતાના કરતા પણ વધારે સારી રીતે સફળ થતું હોય ત્યારે પિતાને ખૂબ જ ખુશી થતી હોય છે, પંકજ ત્રિપાઠી સાથે પણ આવું જ થઈ રહ્યું છે. એક પિતા તરીકે તો તે ખુશ છે જ પરંતુ અભિનેતા તરીકે પણ તે રાજી થયો છે.

દીકરીને ત્રિપાઠીએ આપી છે સંપૂર્ણ આઝાદી

પંકજ ત્રિપાઠીએ આશીના એક્ટિંગ ડેબ્યૂ અંગે કહ્યું કે, આશીએ ખૂબ જ સારી રીતે કામ કર્યું છે. ત્રીજા શો સુધીમાં, મેં તેનામાં સુધારો જોયો. તેનો અભિનય જોયા બાદ મને લાગ્યું કે, મારા કરતા પણ તે વધારે તેજ છે. તેણે ફક્ત ત્રણ શોમાં આ સિદ્ધિ મેળવી છે.” વધુમાં પંકજ ત્રિપાઠીએ કહ્યું કે, આજની પેઢી ખૂબ જ ઝડપથી શીખે છે, જોકે તેમના પડકારો પણ પહેલા કરતા વધુ મુશ્કેલ છે. આશી અંગે પંજકે એ પણ ખુલાસો કર્યો કે, આશી અત્યારે અભિનયને ફૂલ ટાઈમ આપવા માંગે છે કે નહીં? પંજક ત્રિપાઠીએ કહ્યું કે, હું તેના પર કોઈ પણ પ્રકારનો દબાવ આપવા નથી માંગતો, તે સંપૂર્ણ રીતે આઝાદી આપી છે, તે પોતાનો રસ્તો જાતે જ પંસદ કરશે.

દરેક બાળકોને આઝાદી આપવી જોઈએ

પોતાની દીકરીને તો સંપૂર્ણ આઝાદી આપી છે, પરંતુ સાથે સાથે એવું પણ કહ્યું કે, દરેક બાળકોને તેમના માતા-પિતાએ આવી આઝાદી આપવી જોઈએ. બાળકો જે કરવા માંગે છે તેમને તે કરવાની આઝાદી આપવી જોઈએ. જો તેઓ અસફળ થાય છે તે પણ તેમાં કોઈ મોટી વાત નથી. સફળતા એક જ વખત કાર્ય કરવાની નથી મળી જતી. તેના માટે વારંવાર પ્રયત્નો કરતા રહેવું પડે છે. પંકજ ત્રિપાઠી પોતાની વ્યક્તિગત જિંદગી વિશે અવાર-નવાર સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરતા રહે છે.

આ પણ વાંચો…અભિનેતા પંકજ ત્રિપાઠીના માતાનું દેહાંતઃ દીકરો સ્ટાર છે તે માતાને ખબર જ ન હતી

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button