Panchayat-2 Actress Anchal Tiwariના મૃત્યુના ફેલાયા ફેક ન્યુઝ, એક્ટ્રેસે વીડિયો પોસ્ટ કરી કહ્યું…
હાલમાં ભોજપૂરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી કાળજું કંપાવનારી ઘટના સામે આવી અને મળી રહેલી માહિતી પ્રમાણે એક રોડ એક્સિડન્ટમાં અને ભોજપૂરી કલાકારોનું મૃત્યું થયું હતું અને આ સાથે જ લોકોને એક ગેરસમજ પણ થવા લાગી. આ મૃત ભોજપૂરી કલાકારોમાં આંચલ તિવારીનો સમાવેશ છે અને આ ગેરસમજ પણ આંચલ તિવારી સાથે સંબંધિત જ છે. વાત જાણે એમ છે કે જેવા આ સમાચાર આવ્યા કે લોકોને એવું લાગ્યું કે વેબ સિરીઝ Panchayat 2ની એક્ટ્રેસ આંચલ તિવારી આ એક્સિડન્ટમાં મૃત્યુ પામી છે. પરંતુ હવે એક્ટ્રેસ ખુદ આ મામલે સ્પષ્ટતા કરી છે.
આંચલ તિવારીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તે એકદમ ઠીક છે અને એનો ભોજપૂરી એક્ટ્રેસ આંચલ તિવારી સાથે કોઈ જ સંબંધ નથી. પરંતુ કેટલાક રિપોર્ટસમાં અને લોકોએ એના મૃત્યુના ફેક ન્યુઝ ચલાવ્યા જેને કારણે તેના પરિવાર, મિત્રો અને ફેન્સ વચ્ચે અફડાતફડી મચી ગઈ હતી.
આંચલે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક લાંબી લચક પોસ્ટ લખીને પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ભોજપૂરી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે મારો કોઈ સંબંધ જ નથી. એટલે પ્લીઝ આવું ના કરો. આ ખોટા સમાચારને કારણે મારા પરિવાર અને મિત્રોને ખૂબ જ ઠેસ પહોંચી છે.
પોતાના એકાઉન્ટ પરથી શેર કરેલાં વીડિયોમાં આંચલ એવું કહેતી સાંભળવા મળે છે કે નમસ્તે, હું આંચલ તિવારી… કાલે તમે કેટલાક ફોટો અને સમાચાર જોયા હશે કે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પંચાયત-2ની એક્ટ્રેસ આંચલ તિવારીનું મૃત્યુ થયું છે. તો તમારી જાણ માટે હું એકદમ સાજી નરવી છું. જે એક્ટ્રેસનું નિધન થયું છે તે એક ભોજપુરી એક્ટ્રેસ છે. કેટલાક લોકોએ ખોટા સમાચાર ફેલાવ્યા અને એને કારણે મારો પરિવાર પણ ખૂબ જ દુઃખી થયો છે. કેટલાક લોકોએ મારી સરખામણી પૂનમ પાંડે સાથે પણ કરી કે હું પણ એની જેમ જ સ્ટન્ટ કરી રહી છું તો તમારી જાણ માટે કે આની સાથે મારું કંઈ જ લેવા દેવા નથી.
તમારી જાણ માટે રે 25મી ફેબ્રુઆરીના એવા સમાચાર આવ્યા હતદા કે એક એસયુવી અને બાઈકના એક્સિડન્ટમાં ફેમસ ભોજપૂરી સિંગન છોટું પાંડે અને બે એક્ટ્રેસનું મૃત્યુ થયું છે. સંજોગોવસાત મૃત્યુ પામનાર ભોજપૂરી એક્ટ્રેસનું નામ પણ આંચલ તિવારી હતું. આ એક્સિડન્ટમાં નવ જણના મૃત્યુ થયા હતા.