પેલેસ્ટાઈન મૂળની અભિનેત્રીએ હમાસની કરી ટીકા, પણ આ પોર્નસ્ટાર ફસાઈ
ગાઝા પટ્ટીઃ પેલેસ્ટાઈનની મૂળની સુપરમોડલ ગિગી હદીદે હમાસ દ્વારા ઈઝરાયલ પર કરવામાં આવેલા હુમલાની સખત શબ્દોમાં ટીકા કરી હતી અને કહ્યું હતું કે તે પોતે નિર્દોષ લોકોનો પક્ષ લેશે. સોશિયલ મીડિયા પરના જાણીતા પ્લેટફોર્મ પર સુપરમોડલ ગિગી હદીદે હમાસની વિરુદ્ધ પોસ્ટ કરી છે, જેમાં નિર્દોષ લોકોના પક્ષમાં છે.
હદીદે પેલેસ્ટાઈન મુદ્દે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી અને એની સાથે હિંસાની ટીકા કરી હતી. બીજી બાજુ પોર્નસ્ટાર મિયાં ખલિફાએ પેલેસ્ટાઈનને સપોર્ટ આપતા નોકરીમાંથી હાથ ધોવાની નોબત આવી હતી.
ગિગી હદીદે લખ્યું હતું કે પેલેસ્ટાઈનના સંઘર્ષ અને કબઝા હેઠળના જીવન પ્રત્યે મારી સહાનુભૂતિ વ્યક્ત કરું છું. હું મારા યહૂદી દોસ્તો પ્રત્યેની પણ જવાબદારી અનુભવું છું. જોકે પેલેસ્ટાઈન માટે મારી આશા અને સપના છે, પરંતુ તેમાં કોઈ પણ યહૂદી નાગરિકને પણ નુકસાન પહોંચાડવાની બાબતે સમંત પણ નથી.
28 વર્ષની મોડલે કહ્યું હતું હું હમાસના હુમલાની ટીકા કરું છું. નિર્દોષ લોકોને મારવાની બાબત એ સ્વતંત્ર પેલેસ્ટાઈનના આંદોલનને અનુરુપ નથી અને એનાથી કોઈને ફાયદો થશે નહીં. તેને આ મુદ્દે આગળ કહ્યું હતું કે મારા પ્રિયજનોને,
પેલેસ્ટિનિયન અને યહૂદી બંને, હું તમને મારા પ્રેમ-શક્તિ મોકલી રહી છું, તમે ગમે તે અને જ્યાં પણ હોવ. તેણે વધુમાં લખ્યું હતું કે ઘણી જટિલ, વ્યક્તિગત અને માન્ય લાગણીઓ છે, પરંતુ દરેક માનવી મૂળભૂત અધિકારો અને રક્ષણને પાત્ર છે, પછી ભલે તે તેમની રાષ્ટ્રીયતા, ધર્મ, વંશીયતા અથવા તેઓ ક્યાં જન્મ્યા હોય. મારા શબ્દો ક્યારેય પૂરા થશે નહીં, પરંતુ હું હમેશાં નિર્દોષ લોકોની સુરક્ષા માટે પ્રાર્થના કરતી રહીશ, એવું તેણે જણાવ્યું હતું.
પોર્નસ્ટાર મિયા ખલિફાએ જે કંપની માટે કામ કરતી હતી તેના સીઈઓએ મિયા ખલિફાને નોકરીમાંથી કાઢી મૂકી છે. મિયા ખલીફાએ પેલેસ્ટાઈનના સપોર્ટમાં એક વીડિયો શેર કર્યો હતો, ત્યારબાદ તેને નોકરીમાંથી હાથ ધોવા પડ્યા હતા અને હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. વીડિયો વાઈરલ થયા પછી લોકોએ તેને ટ્રોલ પણ કરી હતી, જ્યારે અમુક યૂઝરે લખ્યું હતું કે મિયા ખલિફા પેલેસ્ટાઈનનું સમર્થન કરે છે પણ મલાલા એ પણ શબ્દ બોલતી નથી.