મનોરંજન

અરિજીત સિંહના પ્લેબેક સિંગિગ છોડવા અંગે પલાશ સેને કરી નાખ્યો મોટો ખુલાસો, જાણો સિક્રેટ

મુંબઈ: બોલીવુડના મોસ્ટ પોપ્યુલર સિંગર અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ જાહેર કરીને કરોડો ચાહકોને આંચકો આપ્યો હતો. આ નિર્ણય બાદ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. હવે ‘યુફોરિયા’ બેન્ડના લિડ સિંગર અને કમ્પોઝર પલાશ સેને આ અંગે મૌન તોડ્યું છે. પલાશ સેને જણાવ્યું કે તે અરિજીતના આ નિર્ણયને ખૂબ સારી રીતે સમજી શકે છે, કારણ કે વર્ષો પહેલા તે પોતે પણ આવા જ એક વળાંક પર ઉભા હતા, જ્યાં તેમણે ફિલ્મ ઉદ્યોગથી અલગ પોતાનો રસ્તો બનાવવાનું નક્કી કર્યું હતું.

પોતાના જૂના દિવસોને યાદ કરતા પલાશ સેને ઇન્સ્ટાગ્રામ પર વર્ષ 2002ની ફિલ્મ ‘ફિલહાલ’ના દિવસોને વાગોળ્યા હતા. તેમણે લખ્યું હતું કે 24 વર્ષ પહેલા જ્યારે તેમની પ્રથમ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તે ફ્લોપ રહી હતી અને ઘણા ફિલ્મ વિવેચકોએ તેમની ટીકા કરી હતી. પલાશના મતે તે સમયે એક મોડેલ-એક્ટ્રેસે તેમને અભિનય ન કરવા માટે લેક્ચર આપ્યું હતું અને ઈન્ડસ્ટ્રીમાં તેમને એક જોખમી માનતા હતા. પલાશે સ્પષ્ટ કર્યું કે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર ગુલઝાર સાહેબનું લખેલું ગીત ગાવાનો હતો, એક્ટિંગ કરવાનો નહીં.

પલાશ સેને અરિજીત સિંહને પોતાનો ‘ભાઈ’ ગણાવતા લખ્યું કે, તેમને બરાબર ખબર છે કે અરિજીત હવે પ્લેબેક સિંગિંગ કેમ છોડી રહ્યો છે. પલાશના જણાવ્યા મુજબ બોલીવુડની પ્લેબેક સિંગિંગની દુનિયામાં કામ કરવાની એક મર્યાદા હોય છે અને કદાચ અરિજીત પણ હવે પોતાની સ્વતંત્ર સંગીત યાત્રા શરૂ કરવા માંગે છે. પલાશે એ વાત પર પણ કટાક્ષ કર્યો કે ભલે તેમને કે તેમના બેન્ડને ક્યારેય એવોર્ડ્સ ન મળ્યા હોય, પરંતુ લોકોએ તેમને જે પ્રેમ આપ્યો છે તે કોઈપણ એવોર્ડ કરતા ઘણો મોટો છે.

તમને જણાવી દઈએ કે 27 જાન્યુઆરીના અરિજીત સિંહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા જાહેરાત કરી હતી કે તે હવે પ્લેબેક સિંગર તરીકે કોઈ નવું કામ સ્વીકારશે નહીં. તેમણે ચાહકોનો આભાર માનતા લખ્યું હતું કે, “આ એક શાનદાર સફર હતી, પરંતુ હવે હું પ્લેબેક સિંગિંગને અલવિદા કહી રહ્યો છું. આ જાહેરાત બાદ સંગીત પ્રેમીઓમાં નિરાશા વ્યાપી હતી, પરંતુ પલાશ સેન જેવા કલાકારોના સમર્થનથી એ સ્પષ્ટ થાય છે કે આ નિર્ણય પાછળ કલાકારની પોતાની માનસિક શાંતિ અને નવો રસ્તો શોધવાની ઈચ્છા રહેલી છે.

આપણ વાંચો:  શું ‘બોર્ડર 2’ ના તોફાનમાં ‘મર્દાની 3’ અને ‘મયસભા’ ધોવાઈ ગઈ? જાણી લો રવિવારે બોક્સ ઓફિસ પર કોણે મારી બાજી

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button