મનોરંજન

ભૂલભૂલૈયા-3માં પલક તિવારીની એન્ટ્રી? આખરે શ્વેતા તિવારીની પુત્રીનો બોલીવુડમાં ચાન્સ લાગ્યો..

ગત વર્ષે ભૂલભૂલૈયાની સિક્વલે બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કર્યો હતો. હવે આવતા વર્ષે મેકર્સ તેનો ત્રીજો ભાગ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. આ ફિલ્મમાં અભિનેત્રી પલક તિવારી પણ ખાસ ભૂમિકા ભજવશે તેવા અહેવાલો છે. ઈન્ડસ્ટ્રીના ખાસ સૂત્રોએ જણાવ્યું છે કે ‘ભૂલ ભુલૈયા 3’માં તેને કાસ્ટ કરવાની ચર્ચા ચાલી રહી છે. તેની સત્તાવાર માહિતી બધુ ફાઇનલ થયા બાદ આપવામાં આવશે.

આ પહેલા ચર્ચા એવી થઇ હતી કે કાર્તિક અને સારાને ભૂલભૂલૈયા-3માં કાસ્ટ કરવામાં આવી રહ્યા છે. બંને વચ્ચેની કેમેસ્ટ્રી પણ સારી એવી છે. કાર્તિક અને સારાએ અગાઉ 2020માં રિલીઝ થયેલી ઇમ્તિયાઝ અલીની ફિલ્મ ‘લવ આજ કલ’માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ દરમિયાન એવા પણ સમાચારો હતા કે બંનેનું અફેર હતું, બાદમાં બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું.


હોરર કોમેડીના વિષય પર બનેલી ‘ભૂલ ભુલૈયા 2’માં તબુ પણ મહત્વની ભૂમિકામાં હતી. તબુએ જાણે ફિલ્મનો ભાર પોતાને ખભે ઉપાડ્યો હતો. જો કે કદાચ ત્રીજા ભાગમાં તેની ભૂમિકા રિપીટ કરવામાં નહિ આવે. જો મીડિયા અહેવાલોનું સાચું માનીએ તો ફિલ્મ નિર્માતાઓએ ત્રીજા ભાગની સ્ક્રિપ્ટ લોક કરી દીધી છે અને તેનું શૂટિંગ ફેબ્રુઆરી 2024માં શરૂ થશે.


પલક તિવારી પ્રખ્યાત ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી છે. પલક તિવારીએ સલમાન ખાનની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. એ પહેલા તે પોપ્યુલર પંજાબી ગાયક હાર્ડી સંધુના મ્યુઝિક વીડિયોમાં જોવા મળી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button