મનોરંજન

કોની સાથે Date Night પર ગઈ Palak Tiwari? Papsએ ફોટો ક્લિક કર્યા તો કરી આવી હરકત…

શ્વેતા તિવારીની દીકરી Palak Tiwari દર બીજા દિવસે કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતી જ રહે છે અને હાલમાં સોશિયલ મીડિયા પર Palak Tiwariનો એક ફોટો વાઈલ થઈ રહ્યો છે. આ ફોટોમાં Palak Tiwari સૈફ અલી ખાનના દીકરા Ibrahim Ali Khan સાથે શનિવારે રાતે ડિનર નાઈટ પર જતી જોવા મળી હતી. આ સમાચાર બાદથી જ એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે ઈબ્રાહિમ અને પલક વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે અને બંનેનું અફેયર ચાલી રહ્યું છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયો અને ફોટોમાં આ નવા નવા લવ બર્ડ ઈબ્રાહિમ અને પલક એક સાથે મુંબઈના બીકેસી ખાતે આવેયા લાયલા ખાતે પહોંચ્યા હતા. આ સમયે બંને જણ એક જ કારમાંથી એક સાથે નીચે ઉતરતાં જોવા મળ્યા હતા. પહેલાં પલક કારમાંથી ઉતરીને નીચે જાય છે અને ત્યાર બાદ ઈબ્રાહિમ તેની પાછળ પાછળ જતો જોવા મળ્યો હતો. જોકે, બંને જણ જ્યારે પાછા ફર્યા ત્યારે બંને સાથે બીજા મિત્રો પણ જોવા મળ્યા હતા.

જોકે, આ પહેલી વખત નથી કે પલક અને ઈબ્રાહિમ બંને સાથે જોવા મળ્યા હોય. આ પહેલાં પણ બંને જણ ઘણી વખત એક સાથે જોવા મળ્યા છે. એટલું જ નહીં પલક અને ઈબ્રાહિમે 31મી ડિસેમ્બર પણ સાથે જ સેલિબ્રેટ કરી હતી. પરંતુ શનિવારે જ્યારે પેપ્ઝે બંનેને કેમેરામાં કેદ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ઈબ્રાહિમે મોઢું છુપાડી લીધું હતું.

આ પહેલીવાર નથી જ્યારે ઈબ્રાહિમ અને પલક સાથે જોવા મળ્યા હોય. આ પહેલા પણ બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે. બંનેએ ન્યૂ યર પાર્ટી પણ સાથે સેલિબ્રેટ કરી હતી. આ દરમિયાન જ્યારે પાપારાઝીએ તેમને કેમેરામાં કેપ્ચર કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ઈબ્રાહિમે પોતાનો ચહેરો છુપવતો જોવા મળ્યો હતો.

પલકન અને ઈબ્રાહિમની ડેટિંગની ચર્ચા સૌથી પહેલાં ડિસેમ્બર, 2022માં થઈ હતી અને એ સમયે બંને જણ મુંબઈમાં એક સાથે જોવા મળ્યા હતા. ઘણી વખત મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે બંને જણ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને રિલેશનશિપમાં છે પણ બંને જણે ઓફિશિયલી હજી કોઈ જાહેરાત કરી નથી.

પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો ઈબ્રાહિમે કરણ જોહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું અને હવે તે કરણ જોહરના જ બેનર હેઠળ બની રહેલી ફિલ્મ ‘સરઝમીન’થી બોલીવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button