100 કરોડની કમાણી કરનારી પાકિસ્તાની ફિલ્મ આખરે ભારતમાં રિલીઝ થશે
તાજેતરમાં રિલીઝ થયેલી ઘણી ભારતીય ફિલ્મો પાકિસ્તાનમાં પ્રતિબંધિત છે. છતાં ઘણી ફિલ્મો પાકિસ્તાની દર્શકોએ ખૂબ જ રસથી જોઈ છે અને બોલીવુડની ફિલ્મો પાકિસ્તાનમાં સફળ રહી છે. બીજી તરફ, પાકિસ્તાની નાટકો પણ ભારતીય દર્શકોને ખૂબ જ પસંદ આવે છે. આ દિવસોમાં ભારતમાં એક પાકિસ્તાની ફિલ્મની ચર્ચા થઇ રહી છે.
આ ફિલ્મ છે ‘ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ’ જેમાં ‘કપૂર એન્ડ સન્સ’ના અભિનેતા ફવાદ ખાન અને શાહરૂખ ખાન સ્ટારર ‘રઈસ’ ફેમ અભિનેત્રી માહિરા ખાન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મને પાકિસ્તાનની સૌથી સફળ ફિલ્મ માનવામાં આવે છે. પાકિસ્તાનમાં દર્શકોએ તેને ઘણો પ્રેમ આપ્યો છે. હવે આ ફિલ્મ ભારતમાં રિલીઝ થઈ રહી છે. ‘મૌલા જટ્ટ’ના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પરથી ફિલ્મનું પોસ્ટર શેર કરીને તેની રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી છે.
આપણ વાંચો: Priyanka Chopra આટલી હૉટ તો ફિલ્મોમાં પણ નથી દેખાઈ, સાથે જોઈલો દીકરી માલતીની મસ્તી પણ
નિર્માતાઓએ ઇન્સ્ટાગ્રામ કેપ્શનમાં લખ્યું, ‘બે વર્ષ પછી પણ, મૌલા જટ્ટની દંતકથા હજુ પણ અજેય છે. ૨ ઓક્ટોબર, ૨૦૨૪થી ભારતમાં મોટા પડદા પર મહાકાવ્ય ગાથાના સાક્ષી બનો. સિનેમાની યાદી ટૂંક સમયમાં શેર કરવામાં આવશે.’ આ ફિલ્મ ભારતમાં ઝી સ્ટુડિયો દ્વારા રિલીઝ કરવામાં આવશે.
ભારતમાં ‘ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ’ની રિલીઝને લઈને નેટિઝન્સ પણ ખૂબ જ ઉત્સાહિત છે. એક યુઝરે ટિપ્પણી કરી હતી કે ‘આ ફિલ્મ ભારતમાં સફળ થશે. હું પણ આ ફિલ્મ જોઈશ.’ બીજાએ લખ્યું હતું કે ‘અમે લાંબો સમય સુધી રાહ જોઈ છે. આખરે આ રિલીઝ થઈ રહી છે. અન્ય યુઝરે લખ્યું, ‘આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.’
ફવાદ અને માહિરાની આ ફિલ્મ ઓક્ટોબર ૨૦૨૨માં પાકિસ્તાનમાં રિલીઝ થઈ હતી. હવે બે વર્ષ પછી તે ભારતમાં રિલીઝ થઈ રહી છે. તેણે વિશ્વભરમાં રૂ. ૪૦૦ કરોડની કમાણી કરી છે અને પાકિસ્તાનમાં રૂ. ૧૦૦ કરોડની ક્લબમાં પ્રવેશ મેળવનારી પ્રથમ અને એકમાત્ર ફિલ્મ છે.