હેડિંગ વાંચીને જ તમારા મગજના ઘોડા તમે દોડાવવાનું શરૂ કરી દીધું હશે, પરંતુ તમે તમારા મગજને વધારે કષ્ટ આપો એ પહેલાં તમને જણાવી દઈએ કે અમે અહીં વાત કરી રહ્યા છીએ બોલીવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેની.
સોનાલી બેન્દ્રે 90ના દાયકાની જાણીતી એક્ટ્રેસ હતી અને તેની ફેન ફોલોઈંગ અને સુંદરતાના દિવાનાઓની કમી નથી. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે પડોશી દેશ પાકિસ્તાનમાં પણ સોનાલીના દિવાનાઓ હતા અને હાલમાં જ થયેલાં ખુલાસામાં જાણવા મળ્યું હતું કે પાકિસ્તાની ક્રિકેટર પણ સોનાલી બેન્દ્રેના પ્રેમમાં પાગલ હતો અને તે એને પણ કિડનેપ કરવા માંગતો હતો. આવો જોઈ કોણ હતો આ ક્રિકેટર-
વાત જાણે એમ છે કે આ ક્રિકેટર બીજો કોઈ નહીં પણ પાકિસ્તાની ટીમનો ફાસ્ટ બોલર શોએબ અખ્તર છે. થોડાક સમય પહેલાં જ શોએબ અખ્તર પોતાના એક નિવેદનના કારણે ચર્ચામાં આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે સોનાલી બેન્દ્રેનું અપહરણ કરવા માંગતો હતો. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે સોનાલી બેન્દ્રે તેનો ક્રશ હતો.
આ પણ વાંચો…Nita Ambaniની ફેશન સેન્સને શું થયું? વિશ્વાસ ના હોય તો તમે ખુદ જ જોઈ લો…
શોએબે એક ટોક શોમાં જણાવ્યું હતું કે તે સોનાલી બેન્દ્રેને પ્રપોઝ કરવા માટે કંઈ પણ કરવા માટે તૈયાર હતા. જો સોનાલી બેન્દ્રે તેના પ્રપોઝલનો સ્વીકાર ના કરે તો તેઓ તેનું અપહરણ કરી લેશે. શોએબ સોના બેન્દ્રેના ડાયહાર્ડ ફેન હતા અને તેના ફોલોવર હતા અને તેઓ તેના પ્રેમમાં પાગલ હતા. એટલું જ નહીં શોએબે સોનાલી બેન્દ્રેના પ્રેમમાં એટલો પાગલ હતો કે તેનો ફોટો પર્સમાં લઈને ફરતો હતો. શોએબના સાથી ખેલાડીઓ પણ સોનાલી માટેની તેની ફિલિંગથી સારી રીતે વાકેફ હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે સોનાલી હાલમાં ફિલ્મો અને લાઈમલાઈટથી દૂર છે અને તે કેન્સર સામેની જંગ લડી રહી છે, પરંતુ તેની સુંદરતામાં કોઈ કમી નથી આવી.