મનોરંજન

પહલાજ નિહલાની એકતા કપૂર પર વરસી પડ્યાઃ ‘ભારતીય સંસ્કૃતિનો નાશ કરે છે!’

મુંબઈઃ ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ અને ‘કસૌટી જિંદગી કી’ સહિત ભારતીય ટેલિવિઝનને ઘણા હીટ શો આપનાર ટેલિવિઝન કવીન એકતા કપૂરને આજે કોણ નથી ઓળખતું? પરંતુ આજકાલ એકતા કપૂર તેની ફિલ્મો કે સિરિયલને કારણે નહીં, પણ ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાનીના કારણે ચર્ચામાં છે.

તાજેતરમાં પહલાજ નિહલાનીએ એકતા કપૂર પર ભારતીય સંસ્કૃતિનો નાશ કરવાનો આરોપ લગાવ્યો છે. પહલાજ નિહલાનીએ યુટ્યુબ ચેનલ ‘લર્ન ફ્રોમ ધ લિજન્ડ’ને આપેલા ઇન્ટરવ્યૂમાં એકતા કપૂર અને તેના શો વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘એકતા કપૂર મહાન છે, પુરુષોને બે વાર લગ્ન કરવાની પરવાનગી નથી, પરંતુ તે મહિલાઓના ત્રણ વાર લગ્ન કરાવે છે. આનાથી આપણી ભારતીય સંસ્કૃતિ બરબાદ થઈ રહી છે. પહેલા, શૃંગારિક ફિલ્મો ભાગ્યે જ બનતી હતી, હવે દરેક જગ્યાએ ફક્ત સંબંધો બનાવવાના હોય છે.’

આ ઇન્ટરવ્યૂમાં પહલાજ નિહલાનીએ બોલીવુડ એક્ટરની પણ પોલ ખોલી હતી. તેમણે કહ્યું કે પહેલાના કલાકારો ફિલ્મની કાસ્ટિંગ પ્રક્રિયામાં દખલ કરવાનું ટાળતા હતા. તે સમયે ફક્ત અક્ષય કુમારે જ મારી સામે કાસ્ટિંગ અંગે એક શરત મૂકી હતી. 2002માં જ્યારે હું ‘તલાશ’ બનાવી રહ્યો હતો ત્યારે અક્ષય ફિલ્મમાં તેની સામે ફક્ત કરીનાને જ કાસ્ટ કરવા પર અડગ હતો.

એકતા કપૂરની વાત કરીએ તો તે હાલમાં ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ની સીઝન 2ની તૈયારીમાં વ્યસ્ત છે. તેનું શૂટિંગ સ્મૃતિ ઈરાની અને અમર ઉપાધ્યાય સાથે શરૂ થઈ ચૂક્યું છે. આ વખતે, જૂના ચહેરાઓની સાથે, ઘણા નવા ચહેરાઓ પણ શોમાં જોવા મળશે. દરરોજ શો વિશે નવી અપડેટ આવતી રહે છે. તેથી જ ચાહકો પણ ખૂબ જ ઉત્સાહિત છે.

આ પણ વાંચો : નેટફ્લિક્સના ceoના નિવેદનથી અનુરાગ કશ્યપ અને એકતા કપૂર આવ્યા સામ સામે, જાણો શું છે મામલો?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button