પહેલગામના હુમલા બાદ ફવાદ ખાનની ફિલ્મની રિલિઝ સામે સંકટ…

નવી દિલ્હીઃ પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન લાંબા સમય પછી બોલીવુડ ફિલ્મોમાં વાપસી કરી રહ્યો છે. વાણી કપૂર સાથેની તેની ફિલ્મ અબીર ગુલાલ થોડા જ સમયમાં રિલિઝ થવાની છે. મહત્વની વાત એ છે તે, ફવાદ ખાનની ફિલ્મ રિલિઝ થાય તે પહેલા જ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલો થયો. જેના કારણે લોકો તેની ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની માંગી કરી રહ્યાં છે. ફવાદ ખાનની ફિલ્મ મુદ્દે અભિનેતા કેઆરકેએ પણ પોસ્ટ કરીને રોષ વ્યક્ત કર્યો હતો. જે અત્યારે ખાસ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
ફવાદ ખાનની ફિલ્મ મુદ્દે અભિનેતા કેઆરકેએ કરી પોસ્ટ
અભિનેતા કેઆરકેએ ફવાદ ખાન અને વાણી કપૂરની એક તસવીર શેર કરી અને લખ્યું – “પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન અને અભિનેત્રી વાણી કપૂરે દુબઈમાં તેમની ફિલ્મ અબીર ગુલાલનું સંગીત લોન્ચ કર્યું છે. આ ફિલ્મ 9 મેના રોજ ભારતમાં રિલિઝ થઈ રહી છે. કેટલાક પાકિસ્તાની લોકોએ આ ફિલ્મનું નિર્માણ કર્યું છે.” આ ટ્વીટમાં, KRK એ શિવસેના (UBT), MNS ના સોશિયલ મીડિયા હેન્ડલ્સ, મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસ અને આવકવેરા કાર્યાલયને ટેગ કર્યા છે.

શું આ ફિલ્મો પર પ્રતિબંધ મુકવામાં આવશે?
નોંધનીય છે કે, અભિનેતા કેઆરકેએ પોસ્ટ પર અનેક લોકો પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે. લોકો તો એવું પણ કહીં રહ્યાં છે કે, જે લોકો દેશદ્રોહી હશે તે જ આ ફિલ્મ જોવા માટે જશે. ફવાદ ખાનની ફિલ્મ સાથે સાથે દિલજીતની ફિલ્મ પર પણ પ્રતિબંધ મુકવા માટે લોકોએ અવાજ ઉઠાવ્યો છે કારણ કે, દિલજીતની આગામી ફિલ્મમાં પાકિસ્તાની અભિનેત્રીએ કામ કર્યું છે. આ બન્ને ફિલ્મો જુલાઈમાં રિલિઝ થવાના છે. પરંતુ શું આ ફિલ્મો પર પ્રતિબંધ મુકવામાં આવશે? અને જો રિલિઝ થાય છે તો લોકો જોવા માટે જશે કે પછી સિનેમાઘરો સુમસામ રહેશે? લોકો એવું કહી કહીને ફિલ્મ પર પ્રતિબંધ નાખવાની વાત કરી રહ્યાં છે કે, ફવાદ ખાન આતંકી દેશ પાકિસ્તાનથી છે.
આપણ વાંચો: સારા અલી ખાન જ નહીં આ મુસ્લિમ અભિનેત્રી પણ છે ભોળાનાથની ભક્ત