Paatal Lok-2: જાન્યુઆરીમાં ઓટીટી પ્લેટફોર્મ પર ધમાલ મચાવશે, વિશ્વાસ ના હોય તો જોઈ લો…
કોરોના પછી એન્ટરટેઈન્ટમેન્ટની દુનિયા જ બદલાઈ ગઈ છે અને હવે ઓટીટી પ્લેટફોર્મની એન્ટ્રી થતા જ આખું ચિત્ર બદલાઈ ગયું છે. આ ઓટીટી પ્લેટફોર્મ્સ પર દરરોજ કોઈને કોઈ વેબસિરીઝ વગેરે લોન્ચ થતી હોય છે, એમાંથી કેટલીક વેબસિરીઝ હિટ થઈ જાય છે તો કેટલીક ફ્લોપ. હિટ વેબસિરીઝની સિઝન પર સિઝન આવે છે. આજે અમે આવી જ એક વેબ સિરીઝ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ વેબ સિરીઝ એટલે પાતાલ લોક.
આ પણ વાંચો : ચીનના થિયેટરમાં ભારતીય Maharajaનો દબદબો… તોડ્યા કમાણીનો રેકોર્ડ…
પાતાલ લોકની અપકમિંગ સિઝનની જાહેરાત તો ગયા વર્ષે જ કરી દેવામાં આવી હતી. થોડાક સમય પહેલાં આની નવી સિઝન વર્ષના પહેલાં જ મહિનામાં રિલીઝ કરવામાં આવશે. સિરીઝનો એક નાનકડો ટીઝર લોન્ચ કરવામાં આવ્યો છે અને આ ટીઝર પરથી જ સ્પષ્ટ થઈ જાય છે કે હાથીરામની નરકની યાત્રા આગળ પણ જારી રહેશે. હવે એનું ટ્રેલર પણ લોન્ચ કરવામાં આવ્યું છે અને એ જોતા એક વાત તો ચોક્કસ છે કે આ વખતે ધમાકો પહેલાં કરતાં પણ વધારે જોરદાર રહેશે. પાતાલ લોકની આ વખતની સ્ટોરી દિલ્હીથી લઈને નાગાલેન્ડ સુધી ફેલાશે.
ઈન્સ્પેક્ટર હાથીરામ ચૌધરી અને આઈપીએસ અધિકારી ઈમરામ અંસારી એક વખત ફરી એક અજીબોગરીબ નવા કેસ માટે ટીમ બનાવે છે અને લીગમાં પ્રવેશ કરે છે. જયદીપ અહલાવત બહાદુર અને બોલ્ડ નાયકના રૂપમાં કમબેક કરી રહ્યા છે. જ્યારે ઈશ્વાક સિંહને ગંભીર અને જેન્ટલ સરના રૂપમાં દેખાડવામાં આવ્યો છે.
સિરીઝના ટ્રેલરમાં જોવા મળી રહ્યું છે કે ઈમરાન એક મોટો આઈપીએસ અધિકારી બની ગયો છે અને હાથીરામને તેની સાથેના વ્યવહારનું ધ્યાન રાખવું પડે છે. ક્યારેક એનો સાથી રહેલાં ઈમરાન હવે હાથીરામથી સલામ અને અભિવાદન મેળવે છે. આ બધા વચ્ચે તેને નાગાલેન્ડમાં એક નવો કેસ સોંપવામાં આવ્યો છે.
આ પણ વાંચો : દેવાનું ટીઝર દમદારઃ શાહિદે એક મિનિટમાં ડાન્સ અને એક્શનથી જમાવ્યો રંગ
આ સિઝન ખૂબ જ રોમાંચક અને ધમાકેદાર રહેશે. તિલોત્તમા શોમ અને નાગેશ કુકુનૂર આ સિઝનમાં જોવા મળશે. 17મી જાન્યુઆરીના આ સિરીઝ સ્ટ્રીમ કરવામાં આવશે. આ પહેલાં રિલીઝ થયેલા સિરીઝના પહેલાં સિઝનને મોટી સફળતા મળી હતી અને જયદીપ અહલાવત રાતોરાત સ્ટાર બની ગયો હતો.