‘મુઝે ઉમ્મીદ હૈ કી આપ…’ ઓસ્કાર સમારોહના હોસ્ટ કોનન ઓ’બ્રાયને હિન્દીમાં સ્પિચ આપી, જુઓ વિડીયો..

લોસ એન્જલસ: અમેરિકાના લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં 97મા એકેડેમી એવોર્ડ્સ (97th Academy Awards)ના શાનદાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આ વખતે એકેડેમી એવોર્ડ્સ સમારોહના હોસ્ટની જવાબદારી જાણીતા કોમેડિયન કોનન ઓ’બ્રાયને (Conan O’Brien) સંભાળી હતી છે. કોનન ઓ’બ્રાયને પહેલી વાર ઓસ્કાર હોસ્ટ કર્યો. દુનિયાના ઘણા દેશોમાં આ સમારોહ લાઈવ જોવામાં આવ્યો. કોનન ઓ’બ્રાયને અંગ્રેજી ઉપરાંત, સ્પેનિશ, હિન્દી, ચાઇનીઝ અને અન્ય ભાષાઓમાં પણ લોકોનું સ્વાગત કર્યું.
કોનન ઓ’બ્રાયને હિન્દીમાં શું કહ્યું?
સમારોહ હોસ્ટ કરી રહેલા કોનન ઓ’બ્રાયને હિન્દીમાં કહ્યું, “લોગો કો નમસ્કાર, વહા સુબહ હો ચૂકી હૈ તો મુઝે ઉમ્મીદ હૈ કી આપ ક્રિસ્પી નાશ્તે કે સાથ Oscars દેખેંગે.”
તેમની આ સ્પિચનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
આ પણ વાંચો…Oscar Awards 2025: આ ફિલ્મનો દબદબો રહ્યો; પેલેસ્ટાઇનની ફિલ્મે મારી બાજી, જુઓ વિનર્સની સંપૂર્ણ યાદી
કોણ કોનન ઓ’બ્રાયન છે?
કોનન ક્રિસ્ટોફર ઓ’બ્રાયન એક અમેરિકન ટેલિવિઝન હોસ્ટ, કોમેડિયન, એક્ટર, રાઈટર અને પ્રોડ્યુસર છે. તેઓ NBC ટેલિવિઝન નેટવર્ક પર લેટ નાઈટ વિથ કોનન ઓ’બ્રાયન (1993– 2009) અને ધ ટુનાઈટ શો વિથ કોનન ઓ’બ્રાયન (2009–2010) અને કેબલ ચેનલ TBS પર કોનન (2010–2021) થી શરૂ થતા લેટ-નાઈટ ટોક શો હોસ્ટ કરવા માટે જાણીતા છે.