11 ભારતીયોને ઓસ્કાર એકેડમી તરફથી મળ્યું આમંત્રણ
એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સે મંગળવારે જાહેરાત કરી હતી કે તેણે 487 નવા સભ્યોને તેમાં જોડાવા માટે આમંત્રિત કર્યા છે. જો આ તમામ સભ્યો આમંત્રણ સ્વીકારે છે, તો સભ્યપદ વધીને 10,910 થઈ જશે, જેમાંથી 9,934 મતદાન કરવાને પાત્ર થશે. અગાઉ 2023 માં, એકેડમીએ 398 નવા સભ્યો ઉમેર્યા હતા.
એકેડેમી દ્વારા આમંત્રિત કરવામાં આવેલા 487 નવા સભ્યોમાં 11 ભારતીય દિગ્ગજનો પણ સમાવેશ થાય છે. આ યાદીમાં માર્ચ 2022માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ RRRના દિગ્દર્શક એસએસ રાજામૌલી, પીઢ બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમી અને રિતેશ સિધવાની જેવા પ્રખ્યાત નામોનો સમાવેશ થાય છે, જેમને એકેડેમી દ્વારા નવા સભ્યો તરીકે ઉમેરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: બોલો, ઓસ્કાર જીતનારી ફિલ્મ ભારતમાં શા માટે રિલીઝ થઈ શકી નહીં?
આ આમંત્રણ 68 દેશોના સભ્યોને મોકલવામાં આવ્યું છે, જેમાંથી 46 ટકા મહિલાઓ છે અને 56 ટકા લોકો અમેરિકાની બહારના દેશો અને પ્રદેશોના છે.
મંગળવારે ઓસ્કાર એવોર્ડ પાછળની સંસ્થાએ જાહેરાત કરી હતી કે દર વર્ષની જેમ આ વર્ષની નવી ઓસ્કાર એકેડેમી સભ્ય યાદીમાં ભારતીય ફિલ્મ ફ્રેટરનિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં બોલિવૂડની સૌથી ફેવરિટ અભિનેત્રીઓમાંની એક શબાના આઝમીનું નામ સામેલ છે. આ યાદીમાં બાહુબલી ડિરેક્ટર એસએસ રાજામૌલી અને નિર્માતા રિતેશ સિધવાનીનું નામ પણ સામેલ છે.
આ પણ વાંચો: A R રહેમાનનું ઓસ્કાર વિજેતા સોંગ રહેમાને નહીં પરંતુ આ ગાયકે કમ્પોઝ કર્યું: રામ ગોપાલ વર્મા
અભિનેત્રી શબાના આઝમી, ડિરેક્ટર એસએસ રાજામૌલી, વિલેજ રોકસ્ટાર્સ ડિરેક્ટર રીમા દાસ, સિનેમેટોગ્રાફર રવિ વર્મન, RRR કોસ્ચ્યુમ ડિઝાઈનર રામા રાજામૌલી ગંગુબાઈ કાઠિયાવાની કોસ્ચ્યુમ ડિઝાઈનર શીતલ શર્મા, સિનેમેટોગ્રાફર આનંદ કુમાર, દસ્તાવેજી ફિલ્મ ટુ કિલ અ ટાઈગરની ડિરેક્ટર નિશા પાહુજા અને દિગ્દર્શક હેમલ ત્રિવેદી, નિર્માતા રિતેશ સિધવાની, ગલી બોયના સહ-નિર્દેશક રિતેશ બેવલી અને સિદ્ધિ માર્કેટિંગના ગીતેશ પંડયાના નામનો સમાવેશ થાય છે. 2024-25 માટે બોર્ડ ઓફ ગવર્નર્સની જાહેરાત થોડા સમય પહેલા કરવામાં આવી હતી. એકેડેમી ઓફ ગવર્નર્સમાં પ્રથમ વખતના ઇન્ડક્ટી ડિરેક્ટર પેટ્રિશિયા કાર્ડોસોનો સમાવેશ થાય છે. તેમની ડિરેક્ટર બ્રાન્ચમાં પસંદગી કરવામાં આવી છે. બોર્ડમાં પહેલેથી હાજર રહેલા કેટલાક ગવર્નરોને 2024-25 માટે ફરીથી ચૂંટવામાં આવ્યા છે.