હવે ભારતમાં પાકિસ્તાનના ગીતો, ફિલ્મો, સિરીઝ, પોડકાસ્ટ સ્ટ્રીમ નહીં થાય; સરકારનો OTT પ્લેટફોર્મને આદેશ…

નવી દિલ્હી: ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેના પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર(PoK)માં આવેલા આતંકવાદી ઠેકાણાઓ અને એર ડિફેન્સ સિસ્ટમ પર હુમલા કરી રહી છે. ત્યારે બીજી તરફ ભારતના માહિતી અને પ્રસારણ મંત્રાલયે પણ પાકિસ્તાન સામે કાર્યવાહી કરી છે. મંત્રાલયે ભારતમાં કાર્યરત OTT પ્લેટફોર્મ્સ માટે એક નવો આદેશ જાહેર (Ministry of Information and Broadcasting to OTTs) કર્યો છે. સરકારે તમામ OTT પ્લેટફોર્મ્સને પાકિસ્તાની કન્ટેન્ટનું પ્રસારણ બંધ કરવા આદેશ આપ્યો છે.
એક સમાચાર એજન્સીના અહેવાલ મુજબ મંત્રાલયે નોટીસમાં જણાવ્યું,”રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં, ભારતમાં કાર્યરત તમામ OTT પ્લેટફોર્મ, મીડિયા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ અને ઇન્ટરમીડીએટરીઝને સલાહ આપવામાં આવે છે કે તેઓ પાકિસ્તાનમાં બનેલી વેબ-સિરીઝ, ફિલ્મો, ગીતો, પોડકાસ્ટ અને અન્ય સ્ટ્રીમિંગ મીડિયા કન્ટેન્ટ, પછી ભલે તે સબ્સ્ક્રિપ્શન આધારિત મોડેલ પર ઉપલબ્ધ હોય કે બીજી કોઈ, તેને તાત્કાલિક અસર દુર કરે.”
નોંધનીય છે કે ભારતમાં ઘણા પાકિસ્તાની ગાયકોના ગીતો અને એક્ટર્સની વેબ સિરીઝ ખુબ લોક પ્રિય છે. મંત્રાલયના આ આદેશને કારણે ઘણા લોકો નિરાશ થયા છે. આ સાથે પાકિસ્તાનની કલાકારોને પણ મોટો ફટકો પડ્યો છે.
આપણ વાંચો : OTT પર અશ્લીલ કન્ટેન્ટ અંગે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી, કેન્દ્રને નોટિસ ફટકારી