કેટલી વેબ સિરિઝ બનાવશો રૉ એજન્ટ્સ પરઃ વધુ એક સિરિઝ સારે જહાં સે અચ્છાનું ટ્રેલર થયું લૉંચ | મુંબઈ સમાચાર

કેટલી વેબ સિરિઝ બનાવશો રૉ એજન્ટ્સ પરઃ વધુ એક સિરિઝ સારે જહાં સે અચ્છાનું ટ્રેલર થયું લૉંચ

એક સમય હતો કે હિન્દી ફિલ્મોમાં લવ ટ્રાયેંગલ ચાલતા તો એક પછી એક લવ ટ્રાયેંગલ પર ફિલ્મો બનતી. તમે જીતેન્દ્ર શ્રીદેવી અને જયા પ્રદાની આવી ઘણી ફિલ્મો જોઈ હશે. જ્યારે એકાદ એક્શન ફિલ્મ ચાલે તો બધા એક્શન થ્રિલર પર તૂટી પડે, એકાદ ફિલ્મ તેના આઈટમ સૉંગથી ચાલે તો દરેક એકાદ આઈટમ સોંગ ફિલ્મમાં ઘુસાડી જ દે. હવે આ રોગ ઓટીટી કન્ટેન્ટ બનાવતા મેકર્સને પણ લાગ્યો છે. એક પછી એક સ્પાય થ્રિલર્સ બનાવવા લાગ્યા છે. અમુક તો ક્યારે આવીને નીકળી જાય છે તે પણ ખબર પડતી નથી.

પ્રતીક ગાંધીને ચમકાવતી વેબ સિરિઝનું ટ્રેલર લૉંચ

ઓટીટી પ્લેટફોર્મ પર ફરી એક ટ્રેલર લૉંચ થયું. આ વેબ સ્ટોરીમાં પ્રતીક ગાંધી સ્પાય બન્યો છે અને તે પાકિસ્તાન રૉનો એજન્ટ બનીને જાય છે. અહીં તેણે શું કરવાનું છે તો પાકિસ્તાન જે 1978 આસપાસના સમયમાં ન્યૂક્લિયર રિએક્ટર માટે કામ કરતો હતો તેની માહિતી ભારતને આપવાની છે અને તેમના પ્રયત્નોને નિષ્ફળ બનાવવાના છે. આ સિરિઝ 13મીએ રિલિઝ થશે ત્યારે તે પહેલા એટલે કે 8મી ઑગસ્ટે એક સિરિઝ રિલિઝ થવાની છે સલાકાર. આ ફિલ્મ પણ ભારત પાકિસ્તાન વચ્ચેના આ સંઘર્ષને દર્શાવતી જ છે. અગાઉ આ વિષય પર રાઝી, ગાઝી અટેક, મિશન મજનુ જેવી ફિલ્મો આવી હતી જે ક્યાંક ને ક્યાંક ભારતના રૉ એજન્ટ્સને પાકિસ્તાનમાં ઓળખ બદલી મોકલે છે અને પોતાના મિશન પાર પાડે છે.
થોડા દિવસો પહેલા ઑપ્સ-2 રિલિઝ થઈ તે આવી જ સ્પાય થ્રિલર છે, જેમાં દુશ્મન દેશ માત્ર અલગ છે અને સાયબર અટેકની વાત કરવામાં આવી છે. આવી સિરિઝ જો સારી રીતે બની હોય તો ચોક્કસ જોવી ગમે છે, પરંતુ સતત સ્પાય થ્રિલર દર્શકોને પિરસતા રહેવાનું શું કારણ છે.

ખૈર સારે જહાં સે અચ્છાની વાત કરીએ તો પ્રતીક ઉપરાંત, રજત કપૂર, તિલોત્ના શોમુ પણ સિરિઝમાં છે. સિરિઝનું ટ્રેલર રિલિઝ થયું છે, હવે સિરઝ કેવી છે તે તો જોયા બાદ જ સમજાશે.

‘આ પણ વાંચો…ધ બંગાળ ફાઇલ્સ’ ફિલ્મે વધારી વિવેક અગ્નિહોત્રીની મુશ્કેલી, TMCએ નોંધાવી ડિરેક્ટર-પ્રોડ્યુસર સામે FIR

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button