મનોરંજન

પાર્ટીમાં એક ડ્રિંક અને તબ્બુ-જેકી શ્રોફ વચ્ચે કાયમ માટે સંબંધો વણસ્યા, ક્યારેય એકબીજા સાથે ન કર્યું કામ

તબ્બુ બોલીવુડના એ કલાકારોમાંથી છે, જેમની સાથે કામ કરવા માટે કોઇ અભિનેતા કે દિગ્દર્શક ક્યારેય ના ન પાડી શકે, જો કે કેટલાક એવા કલાકારો પણ છે જેમણે આજસુધી ક્યારેય તબુ સાથે કામ કર્યુ નથી. આ નિર્ણય બંનેમાંથી કોનો હતો તે તો એક રહસ્ય જ છે, અહીં વાત થઇ રહી છે અભિનેતા જેકી શ્રોફની.

એક પાર્ટીનો વર્ષો જૂનો એ કિસ્સો જે તબ્બુના કારકિર્દી શરૂ થયાની પણ પહેલા બન્યો હતો. જેમાં તબ્બુ તેની બહેન ફરાહ નાઝ સાથે ગઈ હતી. તે પાર્ટીમાં જેકી શ્રોફ પણ હાજર હતો. તે પાર્ટીમાં જે કંઈ થયું તેના પછી તબ્બુએ ફિલ્મી દુનિયામાં પ્રવેશ્યા પછી પણ ક્યારેય જેકી શ્રોફ સાથે કામ કર્યું નથી.

વર્ષ 1986ની આ ઘટના છે. જાણીતા અભિનેતા ડેનીના ઘરમાં પાર્ટી યોજાઇ હતી. એ દરમિયાન તબ્બુની બહેન ફરાહ નાઝ અને જેકી શ્રોફ ‘દિલજલે’ ફિલ્મમાં કામ કરી રહ્યા હતા. ફિલ્મના કલાકારો ડેનીના ઘરે અવારનવાર એકત્ર થતા આવી જ એક પાર્ટીમાં તબ્બુ પણ આવી હતી. પાર્ટીને સ્પેશિયલ બનાવવા માટે લઈને ખાણીપીણીથી લઇને દારૂની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. બધાએ પોતપોતાની આદત મુજબ ડ્રિંક્સ લીધું. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે જેકી શ્રોફે એ પાર્ટીમાં ખૂબ જ દારૂ પીધો હતો. આ પછી તેણે તબ્બુ સાથે એવું કામ કર્યું કે ફરાહ નાઝ ગુસ્સે થઈ ગઈ.

જેકી શ્રોફ પાર્ટીમાં એટલો નશામાં હતો કે તે ભાન ભૂલી ગયો અને તબ્બુની ખૂબ નજીક જવાનો તે પ્રયાસ કરવા લાગ્યો. જો કે ડેની તરત તબ્બુના બચાવમાં આવ્યા અને જેકી શ્રોફને તબ્બુથી દૂર લઈ ગયો. જો કે આ બધું જોઈને ફરાહ નાઝ ખૂબ ગુસ્સે થઈ ગઈ. તે સમયે તેણે મીડિયામાં પણ આ અંગે હોબાળો મચાવ્યો હતો, જો કે બાદમાં જેકીએ તેને ગેરસમજ ગણાવીને મામલો શાંત કરી દીધો હતો. પરંતુ એ વાત ચોક્કસ છે કે એ પાર્ટી પછી તબ્બુ અને જેકી શ્રોફે ક્યારેય સાથે કામ કર્યું નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button