પહેલા દિવસે ટીવી અભિનેત્રીનો ગ્લેમર અવતાર સોશિયલ મીડિયા પર વાઈરલ, જાણો કોણ છે?

મુંબઈઃ ટીવી અને ફિલ્મોમાં કામ કરનારી કાશ્મીરા શાહ ફરી એક વાર લાઈમલાઈટમાં આવી છે. પોતાના ગ્લેમરસ ફોટોગ્રાફને લઈને ચર્ચામાં રહેનારી કાશ્મીરા શાહ નવા વર્ષના પહેલા દિવસે બોલ્ડ ફોટોશૂટને કારણે ચર્ચામાં આવી છે, જ્યારે તેના બોલ્ડ અવતારને કારણે તેને ટ્રોલ પણ કરવામાં આવી હતી. કૃષ્ણા અભિષેક એક બાજુ પોતાના કોમેડિયન અભિનયને લઈને લોકોમાં ચર્ચામાં રહે છે, જ્યારે કાશ્મીરા શાહ પણ પોતાના બોલ્ડ અંદાજને લઈને ચર્ચામાં રહે છે.
2024ના પહેલા દિવસે એટલે પહેલી જાન્યુઆરીના બિકિનીમાં વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં કાશ્મીરા દરિયાકિનારે ખુશખુશાલ જોવા મળે છે. પોતાની મોજ મસ્તીમાં ઉછળતી કૂદતી જોવા મળેલી કાશ્મીરાનો વીડિયો પણ જોરદાર વાઈરલ થયો છે.
કાશ્મીરાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા વીડિયો પર તેને લાંબી લચક મોટી પોસ્ટ પણ લખી હતી. લોકોની સાથે પાલતુ જાનવરોને રહેવાની સારી જગ્યા-ખાવાપીવા અંગે અપીલ કરી છે. પાલતુ જાનવરો સાથે લોકોએ ક્રૂરતા દાખવવી જોઈએ નહીં.
કાશ્મીરાની આ પોસ્ટ એનિમલ લવરને ખૂબ પસંદ પડી હતી, જ્યારે અનેક લોકોએ તેના અંદાજના વખાણ કર્યા હતા, જ્યારે અમુક લોકોએ તેની આકરી ટીકા કરી હતી. એક યૂઝરે તો એટલે સુધી લખ્યું હતું કે એકાવન વર્ષની થઈ હવે તો થોડી શરમ કરો.
તમારી જાણ ખાતર જણાવીએ કે કોમેડિયન સ્ટાર કૃષ્ણા કપૂરની પત્ની કાશ્મીરા શાહ ભલે આજે એકાવન વર્ષની થઈ હતી, પરંતુ તેના બોલ્ડ અંદાજને લઈને આજે પણ કૃષ્ણાની સાથે કાશ્મીરા પણ ચર્ચામાં રહે છે. કાશ્મીરા ઈન્સ્ટાગ્રામ પર પણ જોરદાર સક્રિય રહે છે, જ્યારે ટીવી સ્ટાર હોવા છતાં તેના 10 લાખથી ફોલોઅર્સની સંખ્યા છે, તેથી તમે સમજી શકો છો કો કાશ્મીરાના ચાહકોની સંખ્યા ઓછી નથી.